અમારી ધીરજ ખૂટી ગઈ તો... ' તાલિબાનનું ઉદાહરણ આપીને મહેબૂબાની ધમકી

શનિવાર, 21 ઑગસ્ટ 2021 (18:05 IST)
જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ તાલિબાનનું ઉદાહરણ આપીને મોદી સરકારને ચેતવણી આપી છે. ધીરજ ખૂટી જશે તો હટાવવાની અને મિટાવી દેવાની ધમકી આપતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે મોદી સરકારે અટલ બિહારી વાજપેયીની જેમ પાકિસ્તાનીઓ અને કાશ્મીરીઓ સાથે વાત કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જો આઝાદી સમયે ભાજપ હોત તો આજે કાશ્મીર ભારતમાં ન હોત.
 
મહેબૂબા મુફ્તીએ શનિવારે એક કાર્યક્રમમાં તાલિબાન સાથે સરખામણી કરતા કહ્યું કે, "જ્યારે આ ધીરજનો બાંધ તૂટી જશે ત્યારે તમે નહી રહો, મટી જશો." પડોશમાં (અફઘાનિસ્તાન) શું થઈ રહ્યું છે તે જુઓ. તેમને પણ ત્યાંથી બોરિયા બિસ્તરા લઈને પાછા જવું પડ્યું. તમારા પાસે હજુ પણ એક તક છે. વાજપેયીજીએ જે રીતે કાશ્મીરમાં, પાકિસ્તાન સાથે અને બહાર પણ વાતચીત શરૂ કરી હતી, તેવી જ રીતે તમારે વાતચીતની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.
 
કલમ 370 હટાવવાથી અને જમ્મુ -કાશ્મીરમાંથી રાજ્યનો દરજ્જો દૂર કરીને લદ્દાખને અલગ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે મહેબૂબાએ કહ્યું કે, "તમે ગેરકાયદેસર રીતે જે છીનવી લીધું છે તે ગેરકાયદેસર છે. જે જમ્મુ -કાશ્મીરના ટુકડે ટુકડા કરી દીધા તેને પરત કરો નહી તો મોડું થઈ જશે.
 
તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતીયોનું એરલિફ્ટ ચાલુ છે. સમાચાર એજન્સી ANIનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કાબુલ એરપોર્ટ પરથી 85 ભારતીયોને લઈને એરફોર્સના C-130J વિમાને આજે સવારે લગભગ 10.30 વાગ્યે ઉડાન ભરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, વધુ 200 લોકોને લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એરફોર્સના C-17 વિમાનને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે.
 
ષડયંત્ર રચનારાઓને જમીનભેગા કરી દઈશુ -  BJP
 
તે જ સમયે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મહેબૂબા મુફ્તીને દેશદ્રોહી ગણાવ્યા અને કહ્યું કે તેઓ જમ્મુ -કાશ્મીરમાં તાલિબાનનું શાસન ઈચ્છે છે. રૈનાએ કહ્યું, "મહેબૂબા મુફ્તીને મોટી ગેરસમજ છે, ભારત એક શક્તિશાળી દેશ છે અને આપણા દેશના પીએમ મોદી છે, પછી તે તાલિબાની હોય, અલ કાયદા હોય, જૈશ હોય, હિઝબુલ હોય, જે પણ ભારતની એકતા અને અખંડિતતા વિરુદ્ધ કાવતરું કરશે તેને જમીન ભેગા કરી દેવાશે. અમારા પીએમ મોદીજી છે, બાઈડેન નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર