Exam Cheating Desi Jugaad Video: જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને ભણવાનું મન થતું નથી અને પછી તેઓ અભ્યાસ કર્યા વિના પરીક્ષા પાસ કરવા માંગે છે, ત્યારે તેઓ પરીક્ષામાં ચોરી કરવાની તકનીકો શોધવા લાગે છે.
શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ચોરી કરવાની ફરિયાદો આપણે ઘણી વખત સાંભળી છે, પરંતુ શું તમે સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ચિટિંગ કરતા ઉમેદવારો વિશે સાંભળ્યું છે? આ પરીક્ષાઓમાં ઘણુ ચેકિંગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં એક વ્યક્તિએ નકલ કરવાનો હાઇટેક રસ્તો શોધી કાઢ્યો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ઉમેદવારે પોતાના માથા પર નકલી વાળ લગાવી દીધા હતા અને તેની નીચે માઈક્રોફોન છુપાવ્યો હતો. નકલ કરવાની તૈયારીમાં આવેલ ઉમેદવાર ચેકીંગ દરમિયાન ઝડપાયો હતો.
માણસ વાળમાં વિગ લગાવીને પરીક્ષામાં નકલ કરવા માંગતો હતો
ઇન્ટરનેટ પર વાયરલ થયેલા એક વિડિયોમાં, એક ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર પર યુપી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (UPSI) ની પરીક્ષા આપતા જોઈ શકાય છે જ્યાં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તેને ખબર ન હતી કે તેની નકલ કરવાની હાઇટેક ટેક્નિક ચેકિંગ દરમિયાન પકડાઇ જશે. જેવો વ્યક્તિ પકડાયો, પોલીસે તેનો વીડિયો રેકોર્ડ કર્યો.
ઉમેદવારે તેના માથા પર વાળની વિગ પેસ્ટ કરી હતી, જેમાં માઇક્રો-ઇયરફોન હાજર હતો. પોલીસે મેટલ ડિટેક્ટરની મદદથી ઉમેદવારને પકડી લીધો હતો. તે વ્યક્તિએ વાયરલેસ ઈયરફોન કાનમાં નાખ્યો, જે વાળને કારણે દેખાતો ન હતો.