દિલ્હી પોલીસે મંગળવારે સવારે કંઝાવલા કેસમાં એક નવી માહિતી આપી છે, જે મુજબ ઘટના સમયે મૃતક મહિલા સ્કૂટી પર એકલી ન હતી.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, “જ્યારે અમે મૃતક મહિલાના રૂટની તપાસ કરી તો જાણવા મળ્યું કે તે તેની સ્કૂટી પર એકલી ન હતી.”
ઘટના સમયે તેમની સાથે અન્ય એક મહિલા પણ હાજર હતી, જે ઈજાગ્રસ્ત થયા પછી સ્થળ પરથી ભાગી ગઈ હતી, પરંતુ મૃતક મહિલાનો પગ ગાડીમાં ફસાઈ ગયો હતો, તેથી તે ગાડીમાં ઢસડાતી ગઈ હતી.
પોલીસે એ પણ જણાવ્યું હતું કે, “મહિલાનું શરીર કેટલાક કિલોમીટર સુધી ગાડી સાથે ઢસડાવાના કારણે તેના માથાનો પાછળનો ભાગ અને શરીરનો પાછળનો ભાગ ખરાબ રીતે છોલાઈ ગયો હતો.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે દિલ્હી પોલીસ પાસે એક વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે.
ત્યારબાદ દિલ્હી પોલીસે વિશેષ કમિશનર શાલિની સિંહના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવા અને વહેલી તકે તપાસ રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે