Nirbhaya Case: નિર્ભયાના દોષીઓની ફાંસીની સજા ટળી, પટિયાલા હાઉસ કોર્ટે લગાવી રોક

Webdunia
શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (18:15 IST)
નિર્ભયા દોષીઓની ફાંસી એકવાર ફરી અટકી ગઈ છે. પટિયાલા હાઉસકોર્ટે ચાર આરોપીઓની ફાંસી આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. આ સતત બીજીવાર છે જ્યારે આરોપીઓની ફાંસીને ટાળવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં ગુરૂવારે વિનય તરફથી દાખલ અરજીમાં રાષ્ટ્રપતિ પાસે દયા અરજી લંબિત થવાના આધાર પર ફાંસી પર રોક લગાવવાની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયા મામલે ત્રણ દોષીઓની 1 ફેબ્રુઆરીના રોજ તેમને ફાંસી પર ચઢાવવાની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ણય સંભળાવ્યો.  બીજી બાજુ આ પહેલા સુનાવણી દરમિયાન તિહાડ જેલના અધિકારીઓએ કોર્ટમાં કહ્યુ કે અમે ત્રણ દોષીઓને આવતીકાલે ફાંસી આપવા તયાર છે. 
 
જેલના અધિકારીઓએ અતિરિક્ત સેશન જજ ધર્મેન્દ્ર રાણા સામે રિપોર્ટ રજુ કરતા કહ્યુ કે હાલ દોષી વિનય શર્માની દયા અરજી પેડિંગ છે બાકી ત્રણ ગુનેગારોને ફાસી આપી શકાય છે.  તેમણે કહ્યુ કે તેમા કશુ પણ ગેરકાયદેસર નથી.   બીજી બાજુ આ દરમિયાબ્ન વકીલ વૃંદા ગ્રોવરે કોર્ટમાં તિહાડની વાત પર વિરોધ બતાવ્યો. 
 
કોર્ટે દોષીઓ તરફથી આવેલા વકીલ એપી સિંહને કહ્યુ કે અમારી પાસે સમય ઓછો છે. કારણ કે દોષીઓને આવતીકાલે ફાંસી થવાની છે.  કોર્ટે કહ્યુ કે અમે આજે જ અમારો નિર્ણય આપીશુ.  બીજી બાજુ દોષી મુકેશની વકીલ વૃંદ ગ્રોવર પણ કોર્ટમાં હાજર રહી. જેના પર નિર્ભયાના માતા પિતાના વકીલે વાંધો ઉઠાવ્યો.   અભિયોજન પક્ષના વકીલે કહ્યુ કે જ્યારે મુકેશની બધી અરજી રદ્દ થઈ ચુકી છે તો તેની વકીલ આજે આ સુનાવણીમાં કેમ આવી. બંને પક્ષના વકીલોની પરસ્પર ચર્ચા પર જજે નારાજગી બતાવી. 
 
ઉલ્લેખનીય છે કે દોષી પવન ગુપ્તા વિનય કુમાર શર્મા અને અક્ષય કુમારના વકીલ એપી સિહે કોર્ટને ફાંસી પર અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાનો અનુરોધ કર્યો.  તેમણે કહ્યુ કે દોષીઓ દ્વારા કેટલાકનો કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરવો બાકી છે.  જેના પર સરકારી વકીલે કહ્યુ કે આ પ્રક્રિયિઆ તો અંતહીન સુધી ચાલતી જ રહ્શે. 
 
એક સાથે ફાંસી આપવાનો છે નિયમ 
 
દિલ્હી જેલ મૈનૂઅલ મુજબ કોઈ અપરાધ માટે જ્યારે દોષીઓને એક સાથે ડેથ વોરંટ રજુ થાય છે તો તેમને ફાંસી પણ એક જ સાથે આપવી પડે છે. ભલે આ મામલે મુકેશ માટે બધા રસ્તા બંધ થઈ ચુક્યા છે પણ અન્ય ત્રણ દોષીઓ પાસે હાલ કાયદાકીય ઉપાય બચ્યા છે. આવામાં મુશ્કેલ છે કે 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી થઈ શકે. 

સંબંધિત સમાચાર

Next Article