દેશમાં આવી ગયુ છે કોરોનાની ત્રીજી લહેરનો પીક? 24 કલાકમાં મળે 2.71 લાખ કેસ રિકવરી પણ થઈ સારી

Webdunia
રવિવાર, 16 જાન્યુઆરી 2022 (10:45 IST)
ભારતમાં કોરોના સંક્રમણની રફ્તાર ધીમી થઈ છે. કાલે કરતા આજે માત્ર ત્રણ હજાર વધારે નવા કેસ સામે આવ્યા છે. તમને જણાવીએ કે ત્રણ દિવસથી આ ટ્રેંડ જોઈ રહ્યુ છે. કાલે જ્યાં 2 લાખ 68 હજાર નવા કેસ સામે આવ્યા હતા. તેમજ આજે મહામારીના 2.71 લાખ કેસની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થય અને પરિવાર  કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ આંકડાના મુજબ દેશમાં અત્યારે 15,50,377 એક્ટિવ કેસ છે. તમને જણાવી દઈએ કે સક્રિય કેસની ટકાવારી 4.18 છે.
 
કેન્દ્ર સરકારના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,71,202 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 1,38,331 દર્દીઓએ રોગચાળાને માત આપી છે. રિકવરી રેટમાં સતત સુધારાનો ટ્રેન્ડ છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ 94.51 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 3,50,85,721 દર્દીઓ સ્વસ્થ થયા છે.

સંબંધિત સમાચાર

Next Article