Covid-19: થોડા જ દિવસમાં ત્રીજા લહેરની પીક પર હશે ભારત ? જાણો શુ કહે છે એક્સપર્ટ્સ ક્યારે આવશી કોરોનાના ત્રીજા લહેરની પીક

શનિવાર, 15 જાન્યુઆરી 2022 (10:48 IST)
કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,64,202 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આ આંકડો ગઈકાલે એટલે કે ગુરુવારની સરખામણીમાં 6.7 ટકા વધુ છે. ભારતમાં હવે કોરોનાનુ સંક્રમણ દર વધીને 14.78 ટકા પર પહોચી ગયુ છે. હાલમાં દેશમાં નવા વેરિઅન્ટ એટલે કે ઓમિક્રોનના 5,753 કેસ છે.
 
આવી સ્થિતિમાં દેશભરમાં કોરોનાના ત્રીજી લહેરના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ઘણા નાના અને મોટા શહેરોમાં પોઝીટીવિટી રેટ સતત વધી રહ્યો છે. દિલ્હીની GTB હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુભાષ ગિરી કહે છે કે પોઝીટીવીટી દર સાથે, કોરોના સંક્રમિત દર્દીઓના કેસ પણ સતત વધશે.  પોઝીટીવીટી દર ઘણા પરિબળો પર આધાર રાખે છે. પહેલુ તો એ કે તમે કેટલા ટેસ્ટ કરાવ્યા છે, બીજું, તમારા પોઝિટિવ સેમ્પલના કેસ કેટલા ગંભીર છે તેમજ લોકોની સ્કિલ કેવી છે.
 
ડોક્ટર ગિરીએ કહ્યું કે જેમ જેમ પોઝીટીવીટી રેટ વધશે તેમ કોરોના સંક્રમિત દર્દીઓના કેસ પણ વધશે. આવનારા સમયમાં આપણે આ પોઝીટીવીટી રેટથી પણ ડબલ પોઝીટીવ રેટ જોવો પડશે. તેમણે કહ્યું કે જો ત્રીજા લહેરની વાત કરીએ તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ત્રીજા લહેરની પીક આવી શકે છે અને માર્ચ સુધીમાં આ પીક ઘટી જશે. પરંતુ આ પીકમાં ઘણા લોકો સંક્રમિત થશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર