કોંગ્રેસ મારા લોહીની પ્યાસી થઈ ગઈ છે - શિવરાજ સિંહ ચૌહાણ

Webdunia
સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (17:36 IST)
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જન આશીર્વાદ યાત્રામાં થયેલ પત્થરબાજી અને કાળા ઝંડાને લઈને પ્રદર્શન પછી પ્રદેશની રાજનીતિ ગરમાઈ ગઈ છે. બીજેપીનો આરોપ છે કે કોંગ્રેસે આ પત્થરમારો કરાવ્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસે તેને બદનામ કરવાનુ ષડયંત્ર બતાવી રહી છે. 
 
શિવરાજ સિંહ ચૌહાણે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે કોંગ્રેસ મારા લોહીની પ્યાસી થઈ ગઈ છે. મધ્યપ્રદેશની રાજનીતિમાં આવુ ક્યારેય નથી થયુ. વિચારોનો સંઘર્ષ તો ચાલતો હતો. જુદી જુદી પાર્ટીઓ પોતાના કાર્યક્રમ કરતી હતી પણ ક્યારેય આવુ થયુ નથી. 
<

Congress mere khoon ki pyaasi ho gai hai. MP ki rajneeti mein yeh kabhi nahi hua. Vicharon ka sangarsh chalta tha, alag alag partiyan apne apne karyakaam karti thi,lekin kabhi yeh nahi hua: MP CM Shivraj S Chouhan on stones hurled at his vehicle in Sidhi during Jan Ashirwad Yatra pic.twitter.com/geIZMkth90

— ANI (@ANI) September 3, 2018 >
હુ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને કોગ્રેસ રાજ્ય અધ્યક્ષ કમલનાથને પૂછવા માંગુ છુ કે તેઓ આ પાર્ટીને કંઈ દિશામાં લઈને જઈ રહ્યા છે ? શુ જે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા કરી રહ્યા છે તે યોગ્ય છે ?
 
થોડા દિવસ પહેલા કોંગ્રેસ નેતા જ્યોતિરાધિત્ય સિંધિયાની રેલીમાં પણ લોકો દ્વારા કાળા ધ્વજ ફરકાવવાની નિષ્ફળ કોશિશ કરવામાં આવી હતી. આ ઘટના થતા પહેલા જ પોલીસને તેની શંકા આવી ગઈ અને મામલાને નિયંત્રણમાં લીધો હતો. 
 

સંબંધિત સમાચાર

Next Article