10મા ધોરણના વિદ્યાર્થીએ ક્લાસ રૂમમાં મિત્રનું ગળું કાપી નાખ્યું.

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (11:25 IST)
10મા ધોરણના વિદ્યાર્થીએ ક્લાસ રૂમમાં મિત્રનું ગળું કાપી નાખ્યું.
કાનપુરમાં સોમવારે ધોરણ 10ના વિદ્યાર્થીએ તેના ક્લાસમેટની ચાકુ મારીને હત્યા કરી હતી
વર્ગખંડમાં સાથી વિદ્યાર્થીની ગળા અને છાતી પર છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
 
કલાસ રૂમમાં ધો. 10ના વિદ્યાર્થીનું મર્ડર - પડોશી રાજ્ય બિહારમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રએ તેના સહાધ્યાયીની છરી વડે હત્યા કરી હતી. આ સમગ્ર મામલો કાનપુરના ન્યુ આઝાદ નગર સ્થિત પ્રયાગ ઈન્ટર કોલેજનો છે. જ્યાં અભ્યાસ કરતા બે મિત્રો વચ્ચે મારામારી થઈ હતી.
 
માત્ર 13 વર્ષના બાળકે પ્રોફેશનલ કિલરની જેમ આ હત્યાને અંજામ આપ્યો હતો. થેલીમાં સંતાડેલો છરી લીધો. ગળા પર છરી વડે 6 વાર ઘા માર્યા. પછી ગળું દબાવ્યું. જેના કારણે સાથી વિદ્યાર્થી નીલેન્દ્ર તિવારી (15)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, નીલેન્દ્રનું મોત વિન્ડપાઈપ કાપવા અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે થયું હતું.

Edited By Monica sahu 

સંબંધિત સમાચાર

Next Article