જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે પર્વતીય રાજ્યોમાં અનેક સ્થળોએ ભારે વરસાદને કારણે જનજીવનને ભારે અસર થઈ હતી. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેની નજીકના પશ્ચિમ બંગાળ પર એક નીચા દબાણનું ક્ષેત્ર રચાયું છે, જે વધુ મજબૂત થવાની સંભાવના છે. તેની અસરને કારણે પૂર્વ અને મધ્ય ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી 2-3 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ, કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
શોપિયાંમાં વાદળ ફાટ્યું: શનિવારે જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. કાશ્મીરના શોપિયન જિલ્લાના કેલર વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે એક પુલ તૂટી પડ્યો. ભારે વરસાદને કારણે અહીંના અનેક રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી.
ઉપરાંત આગામી 2-3 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ, કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.