8 દિવસ બંદ રહેશે બેંક, જાણો કઈ-કઈ દિવસે બેંકની રજા, જોઈ લો આ લિસ્ટ નહી તો થશે મુશ્કેલી

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2019 (12:08 IST)
નવી દિલ્હી- જુલાઈમાં બેંકની રજાની જાણકારી થવી ખૂબ જરૂરી છે. બેંકના બંદ થવાની જાણકારીના અભાવમાં તમને જરૂરી કામ રોકી શકે છે. તમને મુશ્કેલીનો સામનો કરવું પડી શકે છે. બેંકની રજા ખબર હોવાથી તમે પહેલાથી જ બેંકથી સંકળાયેલા કામની યોજના તૈયાર કરી શકો છો. આવો અમે તમને જણાવીએ જુલાઈ મહીનામાં બેંક ક્યારે-ક્યારે બંદ રહેશે. 
 
જુલાઈમાં ક્યારે-કયારે બંદ રહેશે બેંક જુલાઈ મહીનામાં કુળ 8 દિવસ બેંક બંદ રહેશે. જુદા-જુદા રાજ્યોમાં બેંકની રજા જુદી-જુદી છે. રજાઓની શરૂઆત 4 જુલાઈથી હોય છે. 4 જુલાઈ ઓડિશામાં બેંક બંદ રહેશે. કારણ કે આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ રહી છે. 
 
બેંકની રજા 5 જુલાઈને સિક્ખના છટ્ઠા ગુરૂ હરગોવિંદ સિંહના જનમદિવસના અવસર પર જમ્મૂ કશ્મીરના બધા બેંક બંદ રહેશે. તેમજ 10 જુલાઈને અગરતલામાં બેંક બંદ રહેશે. કારણકે અહીં ખારચી શ્રદ્ધાળુઓનો નો લોકપ્રિય તહેવાર આ દિવસે ઉજવાય છે. તેમજ 13 જુલાઈને દેશભરના બધા બેંક બંદ રહેશે. કારણકે આ દિવસે મહીનાનો બીજું શનિવાર છે. 
 
જુલાઈમાં 8 દિવસ બેંકની રજા ત્યારબાદ 14 જુલાઈ મેઘાલયના બધા બેંક બંદ રહેશે. કારણકે આ દિવસે અહીં લોકપ્રિય તહેવાર બેહદીખલમ ઉજવાય છે. 
 
તેમજ 17 જુલાઈને પણ મેઘાલયમાં બેંક બંદ રહેશે. આ દિવસે અહીં તિરોડ સિંહ ડે ઉજવાય છે. તે સિવાય 23 જુલાઈને અગરતલાના બેંક બંદ રહેશે. કારણકે અહીં કેર પૂજા હોય છે. જ્યારે 27 જુલાઈને મહીનાનો ચોથો શનિવાર હોવાના કારણે બેંકની રજા હશે. તેથી જો તમારું બેંકથી સંકળાયેલો કામ બાકી છે તો આ તારીખને ધ્યાનમાં રાખી બેંક જવું. 
 

સંબંધિત સમાચાર

Next Article