મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ફાટ્યો તિવેર ડેમ, 6 ના મોત અને અનેક લાપતા

બુધવાર, 3 જુલાઈ 2019 (09:13 IST)
મહારાષ્ટ્રના અનેક શહેરોમાં થઈ રહેલ ભારે વરસાદની વચ્ચે એલોર-શિરગાવની નિકટ મંગળવારે મોડી રાત્રે એક નાનકડો ડેમ ફાટવાથી 3 લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ગાયબ થઈ ગયા. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી. પોલીસના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે તિવેર ડેમ મંગળવારે રાત્રે લગભગ આઠ વાગ્યે ઉપરથી વહેવા લાગ્યો અને થોડા સમય પછી અચાનક તેના ફાટવાના સમાચાર આવ્યા. 
આ ડેમ ફાટવાથી આસપાસના સાત ગામમાં પુર આવી ગયુ. અનેક ઘર વહી ગયા અને લગભગ બે ડઝન લોકો ગાયબ થવાના સમાચાર છે. સ્થાનિક તંત્ર, પોલીસ અને વૉલેન્ટિયર્સની સાથે સાથે એનડીઆરએફની ટીમો પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ ગઇ છે.
 
ઉલ્લેખનીય છે કે, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો રવિવારથી ભારે વરસાદની ઝપેટમાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડી રહેલા ધોધમાર વરસાદથી અત્યાર સુધી 38 લોકોનાં મોત થયા છે અને 75 લોકો ઘાયલ થયા છે. તેમાં મુંબઈ, થાણે અને પુણેમાં દીવાલ પડવાથી મરનારાઓની સંખ્યા પણ સામેલ છે. રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે મંગળવારે મુંબઈમાં રજા જાહેર કરી હતી.
 
આ ડેમ વર્ષ 2000માં બન્યો હતો અને ક્ષેત્રના લોકોનો દાવો છે કે તેમને બે વર્ષ પહેલા સરકારને તેમાથી પાણી વહેવાની સૂચના આપી હતી પણ તેનુ કોઈ રિપેયરિંગ કામ ન થયુ. મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે અને મંગળવારે પ્રદેશમાં ભારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં લગભગ 40 લોકોના મોત થઈ ગયા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર