વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો
નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં દેશના હરેક નાગરિકો અને ભારતપ્રેમીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભેચ્છા આપી હતી.
વડા પ્રધાને પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાબાસાહેબ આંબેડકર અને વીર સાવરકરનું નામ લીધું
વડા પ્રધાને રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બાઈ, દુર્ગા ભાભી, રાની ચેન્નમ્મા, બેગમ હઝરત મહલ જેવી દેશની વીરાંગનાઓને યાદ કરતા નારી-શક્તિનો ઉલ્લેખ કર્યો હતો
લાઇન
દેશના 76મા સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. અને હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોદન કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં દેશના હરેક નાગરિકો અને ભારતપ્રેમીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે આ એક પૂણ્ય અવસર છે.
તેમણે કહ્યું, "ગુલામીનો આખો કાળખંડ સંઘર્ષમાં પસાર થયો છે. એવી કોઈ જગ્યા નહોતી જ્યાં દેશવાસીઓએ ગુલામી સામે બલિદાન ન આપ્યું હોય. આજે દેશ માટે ત્યાગ કરનારા દરેક ત્યાગીને યાદ કરવાનો દિવસ છે. તેમનાં સપનાં પૂરાં કરવાનો સંકલ્પ."