Amarnath આતંકી હુમલો.. જ્યારે ભક્તો માટે મુસ્લિમ બસ ડ્રાઈવર બન્યો દેવદૂત(see Video)

Webdunia
મંગળવાર, 11 જુલાઈ 2017 (15:23 IST)
. સોમવારની રાત્રે જ્યારે અચાનક ચારે બાજુથી ગોળીઓ ચાલવા લાગી તો અમરનાથ યાત્રીઓથી ભરેલી બસમાં કોઈએ સપનામાં પણ નહોતુ વિચાર્યુ કે તેમના પર આતંકી હુમલો થઈ શકે છે.. તેમની બસો આતંકવાદીઓ અને સુરક્ષા બળોની વચ્ચે ફાયરિંગમાં ફસાય ગઈ હતી.  આતંકવાદીઓનો મકસદ વધુથી વધુ લોકોનો જીવ લેવાનો હતો. પણ આતંકવાદીઓના મનસૂબા પર બસના બહાદુર ડ્રાઈવરે પાણી ફેરવી દીધુ.  વલસાડના ઓમ ટ્રેવલ્સની બસનો આ ડ્રાઈવર મુસ્લિમ છે જેનુ નામ સલીમ શેખ છે. શેખ ભોલેના ભક્તોને લઈને અમરનાથથી કટરા જઈ રહ્યો હતો. ત્યારે આતંકીએ હુમલો થઈ ગયો પણ તેમની દિલેરીએ બસમાં સવાર અનેક મુસાફરોના જીવ બચાવી લીધા. 
ઉલ્લેખનીય છે કે ગોળીઓનો અવાજ સાંભળીને બસમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ગભરાય ગયા હતા પણ આવા સંકટના સમયે બસના સલીમ શેખે હિમ્મત ન હારી. તેને ખબર હતી કે જો તેને બસ રોકી દીધી તો આતંકવાદીઓ માટે બસ પર નિશાન સાધવુ સહેલુ થઈ જશે.  બસ પછી શુ હતુ. સલીમે બસના એક્સેલેટર પર પગ મુક્યો અને ગોળીબારની વચ્ચે બસ દોડાવવી શરૂ કરી દીધી.  આ દરમિયાન એક ગોળી બસના ટાયર પણ પણ વાગી છતા પણ સલીમે બસ ન રોકી અને સતત બસ દોડાવતો રહ્યો. છેવટે સલીમ બસને લઈને એક આર્મી કૈપમાં પહોંચી ગયો અને આ રીતે તેણે પોતાના જીવ પર રમીને અનેક લોકોનો જીવ બચાવી લીધો. 
ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જીલ્લામં સોમવારે અમરનાથ મુસાફરોની એક બસ પોલીસ દળને નિશાન બનાવી કરવામાં આવેલ આતંકવાદી હુમલાની ચપેટમાં આવી ગયુ. જેમા સાત શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા. હુમલામાં પોલીસ કર્મચારી સહિત 14 લોકો ઘાયલ થયા છે. 
પોલીસ મહાનિરીક્ષક મુનીર ખાને જણાવ્યુ કે આ આતંકવાદી હુમલો અમરનાથ મુસાફરોને નહી પણ સુરક્ષા બળોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. 
 
આ અગાઉ 2000માં આતંકવાદીઓએ અમરનાથ યાત્રાને નિશાન બનાવી  હતી. જ્યારે પહેલગામમાં લાગેલા આધાર શિવિર પર કરવામાં આવેલ હુમલામાં 30 વ્યક્તિઓનું મોત થયુ હતુ. 
Next Article