દેશમાં પાંચ રાજ્યોમાં વર્ષ 2017નાં પ્રારંભમાં જે રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે તેમાં ઉત્તરપ્રદેશ,પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. જેમાં કુલ 690 બોઠકોનો સમાવેશ થાય છે. 2017નું વર્ષ રાજકીય દંગલનું વર્ષ બની રહેશે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તે પહેલા ઓપિનિયન પોલ આવ્યો છે. જેમાં અખિલેશનો ઘોડો વિનમાં છે
પોલમાં સમાજવાદી પાર્ટી સહિત કોઈને બહુમત નથી મળ્યો પણ જો હાલ ચૂંટણી યોજાય તો તેને સૌથી વધુ સીટો મળે તેવું તારણ છે. ભાજપ અને તેનાં સહયોગી પક્ષો બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની શકે છે. એબીપી ન્યૂઝ, લોકમત અને સીએસડીએસ દ્વારા આ પોલ યોજવામાં આવ્યો છે જેનાં તારણો રસપ્રદ છે.