મહારાષ્ટ્રમાં હિંગોલીમાં એક કરૂણ ઘટના સામે આવી છે. એક હોસ્પીટલમાં નર્સ જ્યોતિ ગવલી જેની ઉમ્ર 38 વર્ષની છે. તેણે પોતાના કરિયરમાં 5 હજારથી વધુ સફળ ડિલિવરી કરાવી હતી, પરંતુ જ્યારે પોતાની ડિલિવરીનો સમય આવ્યો તો તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું.
જ્યોતિ ગવલી નામની આ નર્સે 2 નવેમ્બરે હિંગોલીની સિવિલ હોસ્પિટલમાં પોતાના બીજા બાળકને જન્મ આપ્યો. ડિલિવરી પછી તેને કેટલાંક કોમ્પ્લિકેશન્સ ઊભાં થયાં. એ બાદ તેને નિમોનિયા થઈ ગયો. આ કારણે તેને હિંગોલીની સિવિલ હોસ્પિટલમાંથી નાંદેડની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
ત્યાં જઈને પણ તેની તબિયતમાં કોઈ જ સુધારો ન થયો અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી. જોકે ત્યાં પણ તેની સ્થિતિમાં કોઈ જ સુધારો ના થયો અને સતત બગડતી જતી તબિયત બાદ અંતે રવિવારે તે જિંદગી સામેની લડાઈ હારી ગઈ.