Dhadak Review : શરૂઆત સૈરાટ જેવી, પણ અંત થોડો અલગ

Webdunia
શુક્રવાર, 20 જુલાઈ 2018 (13:52 IST)
ફિલ્મ - ધડક 
ડાયરેક્ટર - શશાંક ખેતાન 
સ્ટાર કાસ્ટ - ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂર, આશુતોષ રાણા 
સમય - 2 કલાક 17 મિનિટ 
સર્ટિફિકેટ - U/A
રેટિંગ - 3 સ્ટાર 
 
નિર્દેશક શશાંક ખેતાને હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કી દુલ્હનિયા ફિલ્મોનુ નિર્દેશન કર્યુ છે. જેમા જાણીતા કલાકાર વરુણ ધવન અને આલિયા ભટ્ટ કામ કરતા જોવા મળ્યા. આ વખતે શશાંકે નવા કલાકાર ઈશાન ખટ્ટર અને અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર સાથે ધડક ફિલ્મ બનાવી છે. જો કે આ ફિલ્મ બ્લોકબસ્ટર મરાઠી ફિલ્મ સૈરાટની ઓફિશિયલ હિન્દી રિમેક છે. સૈરાટ ફિલ્મને ગયા વર્ષે 2017માં કન્નડ અને પંજાબીમાં પણ રિમેક કરવામાં આવી અને આ વખતે તેનુ હિન્દુ રૂપાંતરણ રજુ થઈ ગયુ છે. 
જાણ શુ છે સ્ટોરી - ફિલ્મની સ્ટોરી ઉદયપુરથી શરૂ થાય છે જ્યાના રહેનારા રતન સિંહ (આશુતોષ રાણા) ખૂબ જ દબંગ માણસ છે અને તેમની પુત્રી પાર્થવી સિંહ(જાહ્નવી કપૂર) છે. ઉદયપુરમાં જ એક રેસ્ટોરેંટ ચલાવનારો પરિવારનો પુત્ર મધુકર બાગલા (ઈશાન ખટ્ટર) છે.  જે ટુરિસ્ટ ગાઈડનુ પણ કામ કરે છે.  મધુકર અને પાર્થવીની આંખો મળે છે અને પ્રેમ થઈ જાય છે જે વાત રતન સિંહ અને તેમના પુત્રને બિલકુલ પસંદ નથી.  જેને કારણે સ્ટોરીમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન આવે છે.  જેને કારણે સ્ટોરી ઉદયપુર અને નાગપુર થઈને કલકત્તા પહોંચી જાય છે. છેવટે શુ થાય છે એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. 
કેમ જોવી જોઈએ - ફિલ્મની સ્ટોરીની શરૂઆત મરાઠી ફિલ્મ સૈરાટની જેમ જ છે પણ અંજામ થોડો 
 
જુદો છે. ફિલ્મમાં શશાંક ખેતાનનો ફ્લેવર છે જે તમને ધીરે ધીરે વધતી સ્ટોરીમાં જોવા પણ મળે છે. જો કે પહેલો ભાગ થોડો ધીમો છે. પણ ઈંટરવલ પછી સ્ટોરી જુદી ગતિમાં આગળ વધે છે. ફિલ્મનુ ડાયરેક્શન ખૂબ કમાલનુ છે અને જે રીતે શશાંક ખેતાને ઉદયપુર અને કલકત્તાને કેમેરામાં કેદ કર્યુ છે તેની પ્રશંસા યોગ્ય છે. ફિલ્મની બૈક ગ્રાઉંડ સ્ટોર સ્ટોરી સાથે સાથે ચાલે છે. આશુતોષ રાણા અને ફિલ્મમાં ઈશાન ખટ્ટરના મિત્રના રૂપમાં કલાકારોએ સારુ કામ કર્યુ છે. તો બીજી બાજુ બીજી ફિલ્મ હોવા છતા ઈશાન ખટ્ટરે લાજવાબ પ્રદર્શન કર્યુ છે. જાહ્નવી કપૂરની પ્રથમ ફિલ્મ છે અને ફિલ્માંકન દરમિયાન તેમના અભિનયની ઝીણવટો જોવા મળી છે અને અનેકવાર એવુ સ્થાન છે જ્યા તમને શ્રીદેવીની યાદ પણ આવી જાય છે. જાહ્નવીની ખાસિયત તેનો અવાજ પણ છે. જેનુ એક જુદુ જ ટેક્સચર છે.  કેટલાક સીન તો એવા છે જ્યા તે ખૂબ સારો અભિનય કરતી જોવા મળી છે. મેકર્સે ફિલ્મની પ્રોડક્શન વેલ્યૂ ખૂબ રિચ રાખી છે. 
 
કમજોર કડીઓ - ફિલ્મની સ્ટોરીની તુલના જો તમે મરાઠી ફિલ્મ સૈરાટ સાથે કરશો તો કદાચ આ ફિલ્મ તમારી આશાઓ પર ખરી ન ઉતરે. શશાંક ખેતાને સ્ક્રીનપ્લેમાં સમય સમય પર પોતાના હિસાબથી ફેરફાર કર્યો છે.  ફિલ્મનુ ટાઈટલ ટ્રેક જોરદાર છે. પણ જે લોકોને યાડ લાગલા અને ઝિંગાટનુ મરાઠીમાં સાંભળ્યુ છે કદાચ ફિલ્માંકન દરમિયાન તેમને આ પસંદ ન આવે.  ફિલ્મમાં રોમાંસ સાથે સાથે ઓનર કિલિંગ જેવા મુદ્દા તરફ પણ ધ્યાન અપાવવાની કોશિશ કરવામાં આવી છે. પણ અનેક સ્થાન છે જ્યા દર્શકના રૂપમાં કદાચ તમને ઈમોશન ઓછા જોવા મળે.  જાહ્નવી અને ઈશાનના પાત્ર ઉપરાંત બાકી પાત્રો પર ફિલ્મના સેકંડ હાફમાં વધુ ધ્યાન આપી શકાતુ  હતુ. 
 
બોક્સ ઓફિસ - મરાઠી ફિલ્મ સૈરાટને લગભગ 4 કરોડના બજેટમાં બનાવ્યુ હતુ અને સમાચાર મુજબ ધડક ફિલ્મનુ રોકાણ 55 કરોડ બતાવવામાં આવી રહ્યુ છે અને જો પ્રમોશનનુ બજેટ મિક્સ કરી દેવાય તો આ 70 કરોડની ફિલ્મ બતાવાય રહી છે. ફિલ્મને મોટા પાયા પર રજુ કરવામાં આવી છે.   હવે જોવાનુ રહેશે કે વીકેંડની કમાણી કેટલી થાય છે. 

સંબંધિત સમાચાર

Next Article