ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં કેંસર ટ્રેન નામની પણ એક રેલગાડી ચાલે છે. ચોંકશો નહી. આ રેલગાડીમાં ન તો કેંસરની બીમારીઓ સાથે જોડાયેલી કોઈ પ્રદર્શન લાગે છે કે ન તો તેમા કેંસરના રોગીઓના ઉપચાર માટે કોઈ વિશેષ વ્યવસ્થા છે. ઉલ્લેખનીય છે કે પંજાબના અબોહરથી રાજસ્થાનના જોધપુર વચ્ચે ચાલનારી બીકાનેર એક્સપ્રેસને સ્થાનીક લોકો કેંસર કેસપ્રેસના નામથી ઓળખે છે. તેનુ કારણ એ છે કે આ ટ્રેનમાં રોજ અબોહરથી લગભગ એંશીથી લઈને સવાસો કેંસરના દર્દી ચઢે છે અને સારવાર માટે જોધપુરના ક્ષેત્રીય કેંસર રિસર્ચ ઈસ્ટીટ્યુટમાં જાય છે. તેમા બધા કેંસર રોગીઓ બેસતા હોવાને કારણે જ આ ટ્રેનને લોકોએ સ્થાનીક સ્તર પર કેંસર ટ્રેનનુ નામ આપ્યુ છે.
કેંસરને હરિત ક્રાંતિની ભેટ માને છે લોકો
ઉલ્લેખનીય છેકે પંજાબના ભટિંડા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારની ત્રાસદી એ છેકે લગભગ બધા નાના પરિવારનો ઓછામાં ઓછા એક સભ્ય કેંસરથી પીડિત છે. તેનુ કારણ હરિત ક્રાંતિને માનવામાં આવી રહ્યુ છે. કેંસરના રોગીઓના પૂરને રાસાયણિક ખાતર અને કીટનાશકના આડેધડ ઉપયોગ પછી આવેલ હરિત ક્રાંતિની ભેટ માની શકાય છે. ઘઉ ઘાન અને કપાસની બંપર પેદાશ આપનારા આ વિસ્તારમાં પ્રતિ હેક્ટેયર રાસાયણિક ઉર્વરક અને કીટનાશકનો ઉપયોગ રાષ્ટ્રીય સરેરાશથી લગભગ ત્રણ ગણો વધુ છે. શરૂઆતમાં લોકોની થાળીમાં રોટલી અને ભાત ભરીને દેશને ભુખમરીને દૂર કરનારા આ વિસ્તારને હવે પ્રકૃતિના અંધાધુંધ ઉપયોગ અને તેમા કેટનાશક તેમજ રાસાયણિક ખાતરનો ભારે ઉપયોગનુ દુષ્પરિણામ ભોગવવુ પડી રહ્યુ છે.
ભૂજળનો ઉપયોગ બનાવી રહ્યો છે કેંસરના રોગી
ભારતની 80 ટકા ઘૌની જરૂરિયાતની પૂર્તિ કરનારા પંજાબ આજે ખુદ ગંભીર સ્થિતિમાં પહોંચી ચુક્યુ છે. વધુ અન્ન ઉત્પાદન માટે ફાવેતેમ કીટનાશકો અને ઉર્વરકના ઉપયોગથી ચાલતા પાકમાં પાણીની ખપત વધી છે. જેનાથી સતત ભૂજળનુ સ્તર નીચે જઈ રહ્યુ છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે તો પંજાબના ગબડતા ભૂજલસ્તર માટે અનેક વિસ્તારને ડાર્ક ઝોન પણ જાહેર કર્યા ચેહ્ તેની અસર એ પણ થઈ છે કે ભૂગર્ભ જળ ઝેરીલુ થઈ ચુક્યુ છે. જો કે ગ્રામીણ વસ્તીવાળા ઘરમાં લાગેલા હૈડપંપ કે સ્થાનીક સબ મર્સિબલ પંપો દ્વારા ખેંચાયેલુ પાણી જ પીવાના રૂપમાં ઉપયોગ કરે છે. આ કારણે ઝેરીલુ ભૂજળ સ્તરના દુષ્પરિણામથી સૌથી વધુ આ વિસ્તારના લોકો જ પ્રભાવિત છે. જેને કારણે ગ્રામીણ વસ્તીને જ સૌથી વધુ કેંસર અને બીજા રોગોનો સામનો કરવો પડી રહ્યો છે.
પહેલા જ્યારે કોઈ વ્યક્તિ બીમાર થતો હતો તો એવુ કહેવાતુ કે હવા પાણી બદલવાથી તેનુ સ્વાસ્થ્ય સારુ થઈ જશે. ત્યારે એ પણ સમજાતુ હતુ કે શહેરોના વાયુ અને જળ પ્રદૂષણને કારણે સ્વાસ્થ્ય લાભ માટે ગામ અને સુદૂર ગ્રામીણ કે પર્વતીય વિસ્તારમાં થોડા દિવસ વિતાવી લીધા પછી ત્યા મળનારી શુદ્ધ હવા અને પાણીથી સ્વાસ્થ્ય સુધરી જશે. પણ કીટનાશક અને રાસાયણિક ખાદ્યના આડેધડ ઉપયોગથી પરિસ્થિતિ એકદમ બદલાય ચુકી છે.
ફળ અને શાકભાજીમાં થઈ રહ્યો છે રસાયણનો ઉપયોગ
માનવ જ નહી ઘરેલુ જાનવરોના સ્વાસ્થ્યને પણ રાસાયણિક ઉર્વરક કે કીટનાશકના અંધાધુંધ ઉપયોગથી નુકશાન પહોંચી રહ્યુ છે એટલુ જ નહી હાર્મોન્સ અને પરિરક્ષકોના ઉપયોગથી પણ નુકશાન થઈ રહ્યુ છે. તમારી માહિતી માટે બતાવી દઈએ કે વર્તમાન દિવસોમાં ફળ-શાકભાજીના ઝડપી વધારા સાથે જ ફળોને પકવવા અને ખાદ્ય પદાર્થોના પરિરક્ષક માટે પણ હાર્મોન્સનો ઉપયોગ વધ્યો છે. આ બધા રસાયણ માનવ જ નહી જાનવરો અને પ્રકૃતિ માટે પણ ખતરનાક માનવામાં આવે છે. હવે આ વાત છુપી નથી રહી કે રીંગણ, દૂધી, તરબૂચને જલ્દી જલ્દી સામાન્ય આકારથી મોટો કરવા માટે ઑક્સીટોસિન નામના રસાયણનો પ્રયોગ સામાન્ય થઈ ચુક્યો છે. જો કે આનો જાનવરો પર પ્રયોગ પ્રતિબંધિત છે. થોડા વર્ષ પહેલા આ રસાયણનો પ્રયોગ ગાય અને ભેંસ પર વધુ દૂધ ઉત્પાદન માટે કરવામાં આવતો હતો. આ રસાયણના પ્રયોગ માં ના દૂધના સ્ત્રાવને ઉત્તેજીત કરવા, પ્રસવ પછી રક્ત સ્તાવને નિયંત્રિત કરવા માટે પણ ચિકિત્સાની દુનિયામાં કરવામાં આવે છે.
ખેતીમાં રસાયણ અને ઘરમાં દવા વધી રહી
ફળ અને શાકભાજીને તાજા અને વધુ આકર્ષક બતાવવા અને તેમને ચટખ રંગ આપવા પણ ખતરનાક રંગોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ જ રીતે ફળને પકવવા કોપર સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોઈડ, એસિટિલીન ગેસ, ઈથેફોનનો પ્રયોગ કરવામાં આવે છે. અ ઝેરીલા રસાયણના પ્રયોગથી ઉગાડવામાં આવેલ ફળ અને શાકભાજીનો પ્રયોગ સ્ત્રી-પુરૂષ, બાળકો-વડીલ ના સ્વાસ્થ્ય પર પડનારા ખરાબ પ્રભાવનુ અનુમાન લગાવી શકાય છે. જેમ જેમ ખેતીમાં રસાયણોનો પ્રયોગ વધતો જઈ રહ્યો છે તેમ તેમ અમારી દવાઓ પર નિર્ભરતા પણ વધતી જઈ રહી છે.
જૈવિક ખેતરની તરફ પરત ફરવુ એ જ વિકલ્પ
પ્રશ્ન એ છે કે છેવટે આ વધતા રોગનો ઈલાજ શુ છે ? તો તેનો એક જ જવાબ છેકે માનવતા અને પ્રકૃતિની ભલાઈ માટે મનુષ્યને જૈવિક ખેતી તરફ પરત ફરવુ પડશે. તેનાથી માનવ સ્વાસ્થ્યને બચાવી શકાય છે ઉપરાંત પ્રકૃતિના પારિસ્થિતિકીય તંત્રને પણ સુધરી શકાશે. જૈવિક ફળ શાકભાજી દાળ અનાજ સ્વાસ્થ્ય માટે સારા હોવા ઉપરાંત તેનાથી પ્રાપ્ત પૈદાવરથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સારી થશે. માનવતાની જરૂર છે. દેશને જ નહી દુનિયાએ પણ જૈવિક ખેતી તરફ પરત ફરવુ પડશે. સરકાર આ યોજનાઓ પર અનેક ક્ષેત્રમાં કામ કરી રહી છે. કેન્દ્ર સરકારનુ લક્ષ્ય 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનુ છે. આ દિશામાં જૈવિક ખેતી પણ મોટુ ઉપકરણ સાબિત થઈ શકે છે. ત્યારે જ તો આપણે કેંસર જેવી મહામારીનુ પ્રતિક બની ચુકેલ ટ્રેનોની જરૂરિયાતથી મુક્ત થઈ શકશુ.