કંગનાએ શિવસેના પર કર્યો પ્રહાર, કહ્યું ‘ક્રૂરતા-અન્યાય ગમે તેટલો શક્તિશાળી હોય, જીત હંમેશા ભક્તિની થાય છે’

Webdunia
શનિવાર, 12 સપ્ટેમ્બર 2020 (10:29 IST)
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હાલ શિવસેના સાથે વિવાદને લઇને ચર્ચામાં છે. પહેલાં સુશાંત કેસમાં મુંબઇ પોલીસ પર સવાલ ઉઠાવનાર કંગન રનૌત સીધી રીતે મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંકતી જોવા મળી રહી છે. ગત મંગળવારે બીએમસીએ કંગના રનૌતની મુંબઇ ઓફિસ પર બુલડોઝર ચલાવી દીધું, પરંતુ કંગનાનો આત્મવિશ્વાસ ડગમડ્યો નથી. પહેલાં કંગના રનૌતે બીએમસીની આ કાર્યવાહી બાદ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે સીધ પ્રહાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો  હતો અને હવે ફરી એકવાર એક ટ્વીટ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
<

सुप्रभात दोस्तों यह फ़ोटो सोमनाथ टेम्पल की है, सोमनाथ को कितने दरिंदों ने कितनी बार बेरहमी से उजाड़ा, मगर इतिहास गवाह है क्रूरता और अन्याय कितने भी शक्तिशाली क्यूँ न हो आख़िर में जीत भक्ति की ही होती है, हर हर महादेव pic.twitter.com/vZ5bgMCHrA

— Kangana Ranaut (@KanganaTeam) September 12, 2020
  > <
કંગના રનૌતે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ગુજરાતના સોમનાથ મંદિરમાં પૂજા કરતી જોવા મળી રહી છે. આ ફોતાને શેર કરતાં કંગના રનૌતે કેપ્શનમાં લખ્યું- 'સુપ્રભાત મિત્રો આ ફોટો સોમનાથ ટેમ્પલનો છે, સોમનાથને કેટલાક લોકોએ ખરાબ રીતે નષ્ટ કર્યું, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે ક્રૂરત અને અન્યાય ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય આખરે જીત ભક્તિની જ થાય છે, હર હર મહાદેવ.'