International Olympic Day 2021: આંતરરાષ્ટ્રીય ઓલંપિક દિવસ દુનિયાભરઆં દર વર્ષે 23 જૂનના રોજ ઉજવાય છે. આ દિવસ રમત અને ફિટનેસને સમર્પિત છે આ દિવસે વિશ્વના જુદા જુદા ભાગમાં અનેક પ્રકારના કાર્યક્રમનુ આયોજન થાય છે. જેમા દરેક વર્ગના ખેલાડીઓ ભાગ લે છે.
આજના જ દિવસે 1894 માં આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિની સ્થાપના થઈ હતી, ઓલંપિક દિવસ 23 જૂન 1948ના રોજ પહેલીવાર ઉજવવામાં આવી હતી. એ સમય પુર્તગાલ, ગ્રીસ, ઓસ્ટ્રિયા, કેનેડા, સ્વિટ્ઝર્લેંડ, ગ્રેટ બ્રિટન, ઉરુગ્વે, વેનેઝુએલા અને બેલ્જિયમ દ્વારા પોતપોતાના દેશોમાં ઓલિમ્પિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતુ. .
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ 2021ની થીમ
દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની એક અલગ થીમ હોય છે. આ વર્ષની થીમ છે સ્વસ્થ રહો, મજબૂત રહો, Olympic Day વર્કઆઉટ્સ સાથે એક્ટિવ રહ્યા છે.