ગાઝિયાબાદમાં એક વૃદ્ધ સાથે મારપીટ બદલ કોંગ્રેસ નેતા અને ટ્વિટર સહિત 9 પર એફઆઈઆર, વીડિયો વાયરલ થતા ન રોકવાનો આરોપ
બુધવાર, 16 જૂન 2021 (08:38 IST)
ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલો અને અમાનવીયતાનો વીડિયો વાયરલ થયા બાદ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે નવ લોકો સામે એફઆઈઆર નોંધી છે. તેમાં કોંગ્રેસના બે નેતાઓ અને ટ્વિટર ઈંડિયાનો પણ સમાવેશ છે. આના પર લોનીમાં બનેલી ઘટનાને કોમી રંગ આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વૃદ્ધ મુસ્લિમને માર મારવામાં આવ્યો હતો અને તેની દાઢી કાપી નાખવામાં આવી.
પોલીસ દ્વારા આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે આ સમગ્ર મામલે રાજકીય રંગ લઈ લીધો. રાહુલ ગાંધીએ જ્યારે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા ત્યારે સીએમ યોગીએ તેમને યુપીને બદનામ ન કરવાની સલાહ આપી હતી.
Ghaziabad | An elderly man was assaulted & beaten by a group of men in Loni
"2 accused arrested while 5-6 others are on the run. Victim, a resident of Bulandshahr, knew the men & had come to Loni on their insistence. Accused beat him after a tiff," says Dr Iraj Raja, SP Rural pic.twitter.com/WWVwiok1rq
એફઆઈઆરમાં, ગાઝિયાબાદ પોલીસે કહ્યું છે કે, "લોનીમાં બનેલી ઘટના અંગે કોઈ સાંપ્રદાયિક એંગલ નથી જેમાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો અને તેને દાઢી કાપવામાં આવી. નીચેના સંગઠનો - ધ વાયર, રાણા આયુબ, મોહમ્મદ ઝુબેર, ડો શમા મોહમ્મદ. મોહદ, સબા નકવી, મસ્કૂર ઉસ્માની, સ્લેમોન નિઝામીએ અચાનક ટ્વિટર પર ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનું શરૂ કર્યું અને હકીકત તપાસ્યા વિના અને શાંતિ વિક્ષેપિત કરવા સંદેશાઓ ફેલાવવાનું શરૂ કર્યું. ધાર્મિક સમુદાયોમાં પણ મતભેદો પેદા કર્યા. વીડિયોને વાયરલ થતાં અટકાવવા ટ્વિટરે કંઇ કર્યું નહીં
જે લોકોએ આ મામલો નોંધાવ્યો છે તેમા અય્યૂબ નકવી વરિષ્ઠ પત્રકાર છે, જ્યારે કે જુબૈર ફૈક્ટ ચેકિંગ વેબસાઈત ઑલ્ટ ન્યુઝના લેખક છે. ડો. શમા મોહમ્મદ અને નિઝામી કોંગ્રેસના સભ્ય છે, જેઓ ભૂતકાળમાં ટીવી ચર્ચાઓ દરમિયાન પાર્ટીનો મુખ્ય ચહેરો હતા. બીજી તરફ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ, ઉસ્માનીને ગયા વર્ષે .ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા
શુ છે સમગ્ર મમાલો ?
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વૃદ્ધ મુસ્લિમને ચાર વ્યક્તિઓએ નિર્દયતાથી માર માર્યો હતો, તેમની પાસેથી બળજબરીપૂર્વક જય શ્રી રામના નારા લગાવડાવ્યા અને તેમની દાઢી કાપી નાખી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, પરંતુ વીડિયોની પાછળની સત્ય કંઈક બીજું છે.
પોલીસે વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા બધા દાવા પાછળનું અસલી કારણ જણાવ્યું છે. ગાઝિયાબાદ પોલીસે જણાવ્યું હતું કે તેઓએ એફઆઈઆર નોંધી છે અને આ ઘટનામાં સામેલ એક વ્યક્તિ પરવેશ ગુર્જરની ઘટનામાં સામેલ થવા બદલ ધરપકડ કરી છે. આ ઘટના 5 જૂનના રોજ બની હતી, પરંતુ તેના વિશે પોલીસને બે દિવસ બાદ જાણ કરવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે આ સમગ્ર ઘટના પાછળનું અસલી કારણ તાંત્રિક પ્રથા છે. પીડિતા વડીલે આરોપીને કેટલાક તાવીજ આપ્યા હતા, જેનુ પરિણામ ન મળતા તેના પર નારાજ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો. પોલીસે એ પણ જણાવ્યુ કે પીડિતે પોતાની FIR માં જય શ્રી રામના નારા લગાવવા અને દાઢી કાપવાની વાત નોંધાવી નથી.