એક દક્ષિણ ભારતીય ન્યુઝ ચેનલમાં દાવો કરવામાં આવ્યો કે કોવિડ 19 મહામારી સંકટ વચ્ચે ભારતીય સરકાર બધા શહેરોમાં હેલીકોપ્ટર દ્વારા પૈસા લૂંટાવશે. કોવિડ 19 મહામારીને કારણે આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. અને તેને કારણે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. કૉવિડ 19 મહામારી સામે આ સમયે આખી દુનિયા જંગ લડી રહી છે અને તેને કારણે મોટાભાગના દેશમાં લોકડાઉન જાહેર કરી દીધુ છે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) એ આ સમાચારના તથ્યો-તપાસી લીધા છે. પીઆઈબી ફેક્ટ ચેકના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવેલો દાવો ' સરકાર દરેક શહેરમાં હેલીકોપ્ટર દ્વારા પૈસા લૂંટાવશે'
પીઆઈબી ફેક્ટ ચેક - સરકાર આવુ કશુ કરવાનુ વિચારી રહી નથી.
'હેલિકોપ્ટર મની' અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ શબ્દ અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન દ્વારા આપવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે રિઝર્વ બેંક રૂપિયાને છાપે સીધી સરકારને આપી દે. ત્યારબાદ સરકાર આ રૂપિયા લોકોમાં વહેંચી દે જેથી લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ શકે. તેને હેલીકોપ્ટર મની કહેવામાં આવે છે. પણ તેનો એ મતલબ નથી થતો કે સરકાર હેલીકોપ્ટર દ્વારા પૈસા શહેરમાં લૂંટાવે છે. પૈસા લોકોના ખાતામાં આવે છે. તેને હેલીકોપ્ટર મની નામ એ માટે આપવામાં આવ્યુ છે કારણ કે આ પૈસા લોકો પાસે એ રીતે પહોચે છે જાણે કે આકાશમાંથી ટપક્યા હોય. કોઈ સંઘર્ષરત અર્થવ્યવસ્થાને મંદીમાંથી બહાર કાઢવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ત 24 માર્ચે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, 14 એપ્રિલના રોજ તેને વધારીને 3 મે કરવામાં આવી હતી.