Modi Cabinet Live: મોદી કેબિનેટની પ્રથમ બેઠક પૂરી, જાણો કોને કયું મંત્રાલય મળ્યું

Webdunia
સોમવાર, 10 જૂન 2024 (19:16 IST)
modi cabinet image source twitter 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની કેબિનેટ બેઠક પૂરી થઈ ગઈ છે. તેમજ 72 મંત્રીઓના નામને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન અલગ-અલગ મંત્રાલયોની જવાબદારી અલગ-અલગ મંત્રીઓને સોંપવામાં આવી છે. નિતન ગડકરીને ફરી એકવાર રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. તેમના ત્રીજા કાર્યકાળમાં વડા પ્રધાન માટે 30 કેબિનેટ પ્રધાનો, 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 43 એવા મંત્રીઓ છે જેઓ ઓછામાં ઓછા ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. મોદી સરકારમાં 39 મંત્રીઓ કામ કરી ચૂક્યા છે. 6 મંત્રીઓ એવા છે જેઓ મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
 
 
કોને કયું મંત્રાલય મળ્યું?
 
શ્રીપદ નાઈક- ઉર્જા રાજ્ય મંત્રી
નિર્મલા સીતારમણ - નાણા મંત્રી
જીતનરામ માંઝી- MSME મંત્રી
ધર્મેન્દ્ર પ્રધાન - શિક્ષણ મંત્રાલય
અશ્વિની વૈષ્ણવ- માહિતી અને પ્રસારણ મંત્રાલય
એસ જયશંકર - વિદેશ મંત્રાલય
શિવરાજ સિંહ ચૌહાણ - કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી અને ગ્રામીણ વિકાસ
સીઆર પાટીલ - જલ શક્તિ મંત્રી
ચિરાગ પાસવાન – રમતગમત મંત્રી
જેપી નડ્ડા - આરોગ્ય મંત્રાલય
સર્બાનંદ સોનોવાલ - શિપિંગ મંત્રી
ભૂપેન્દ્ર યાદવ - પર્યાવરણ મંત્રી
મનોહર લાલ ખટ્ટર- શહેરી વિકાસ મંત્રાલય અને ઉર્જા મંત્રાલય
તોખાન સાહુ- શહેરી વિકાસ રાજ્ય મંત્રી
નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રાલય મળ્યું.
હર્ષ મલ્હોત્રાને રાજ્ય પરિવહન મંત્રાલય મળ્યું.
અજય તમટાને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા.
શાંતનુ ઠાકુર - શિપિંગ રાજ્ય મંત્રી 
અન્નપૂર્ણા દેવી - મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 
રામ મોહન નાયડુ- નાગરિક ઉડ્ડયન મંત્રાલય 
રવનીત સિંહ બિટ્ટુ - લઘુમતી રાજ્ય મંત્રી 
રાજનાથ સિંહ - - સંરક્ષણ મંત્રી 
સંજય સેઠ - સંરક્ષણ રાજ્ય મંત્રી 
પીયૂષ ગોયલ  - વાણિજ્ય મંત્રાલય 
- હરદીપ સિંહ પુરી પેટ્રોલિયમ મંત્રાલય 
- મનસુખ માંડવિયા -  શ્રમ મંત્રાલય 
- કિરેન રિજિજુ - સંસદીય બાબતોના મંત્રી
- જ્યોતિરાદિત્ય સિંધિયા - ટેલિકોમ મંત્રાલય
- એચડી કુમારસ્વામી - ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલય
- ગિરિરાજ સિંહ- કાપડ મંત્રાલય
-પ્રહલાદ જોશી- ફૂડ, કન્ઝ્યુમર અફેર્સ અને રિન્યુએબલ એનર્જી
-સુરેશ ગોપી- પ્રવાસન અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી
-પ્રહલાદ જોશી- ઉપભોક્તા બાબતોના મંત્રી
-અમિત શાહ - ગૃહ મંત્રાલય
-મનસુખ માંડવિયા- યુવા બાબતો અને શ્રમ મંત્રાલય
-અર્જુનરામ મેઘવાલ- કાયદા મંત્રી
- જયંત ચૌધરી- કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (રાજ્ય)
 
કેબિનેટ બેઠકમાં કયા નેતાઓએ હાજરી આપી?
મોદી 3.0 ના પ્રથમ કેબિનેટમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, લાલન સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ, જેપી નડ્ડા, પીયૂષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નીતિન ગડકરીનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

Next Article