ડીસા, 1 મે 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વડાપ્રધાન ખુદ ગુજરાતમાં પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. આજથી તેઓ રાજ્યમાં જનસભાઓ સંબોધશે. વડાપ્રધાન બનાસકાંઠાના ડીસામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીતાડવા માટે લોકોને અપીલ કરશે. ડિસાની સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન સાબરકાંઠા જશે. જ્યાં હિંમતનગર ખાતે સભાને સંબોધન કરશે.
વડાપ્રધાને સંબોધન કરતા કહ્યું કે, માં અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે.ગુજરાત સ્થાપના દિવસે આપણે સંકલ્પ લઈએ કે વિકસીત ભારત બનાવવા માટે વિકસીત ગુજરાત બનાવવામાં કોઈ કમી રહેવા નહીં દઈએ. તમે બધાએ મને 2014માં દિલ્હી મોકલી દેશની સેવા કરવાનો મોકો આપ્યો છે. 2014 પહેલા આતંકવાદ, ગોટાળા, ભ્રષ્ટાચાર, નિરાશામાં દેશ ડુબી ગયો હતો. યુવાનો ભવિષ્ય માટે વિચારતા હતા કે શું કરવું? અને આવા સંજોગોમાં તમે મને દેશની સેવા કરવાનો મોકો આપ્યો હતો.
બધી સીટ જીતીને મારે સંતોષ નથી માનવાનો
જેવી રીતે તમે મને ટ્રેનિંગ અને શિક્ષા આપી તો મેં દેશ સેવા કરવા માટે કોઈ કસર નથી છોડી. 2019માં લોકો માનતા હતા કે ફરી સરકાર નહિ બને, સરકાર ના બને એ માટે દુનિયાભરના ખેલ થયા હતા પણ ફરી એક વખત સરકાર બની. 2024ની ચૂંટણીમાં મારા 20-22 વર્ષના અનુભવ લઈને આવ્યો છું. દેશના સામર્થ્યના આધાર પર ગેરંટી લઈને આવ્યો છું. ગેરંટી એમ જ નથી અપાતી એના માટે હિંમત જોઈએ. મારી ગેરંટી છે કે મારી ત્રીજી ટર્મમાં ભારતને ત્રીજી અર્થ વ્યવસ્થા બનાવીને રહીશ. જેનો લાભ વર્તમાન અને આવનારી પેઢીને મળશે.પહેલાં 100 દિવસમાં જ બતાવ્યું કે ભાજપ શું કામ કરી શકે છે. માટે આપણે દરેક બૂથ પર કમળ ખીલવવાના છે પણ બધી સીટ જીતીને મારે સંતોષ નથી માનવાનો, આપણે તો બધા પોલિંગ બૂથ જીતવાના છે.
INDI ગઠબંધન બોખલાઈ ગયું છે એટલે ફેક વીડિયો બનાવીને ફેલાવે
કોંગ્રેસના શહેઝાદાએ ઓબીસી સમાજ અને મોદી સમાજને ચોર કહ્યાં. મોદી ગુજરાતથી છે એટલે તેમણે મારા માતા-પિતાને પણ ખરું ખોટું કહેવામાં કોઈ કસર નથી છોડી. આ વખતે પહેલેથી પણ ઓછી સીટોમાં સમેટાઈ જશે અને રાજસ્થાનમાં તો એક પણ સીટ મળવાની સંભાવના નથી. જેના લીધે હવે INDI ગઠબંધન બોખલાઈ ગયું છે એટલે ફેક વીડિયો બનાવીને ફેલાવે છે. ગુજરાતની પ્રજાએ ક્યારેય અહીંયા અસ્થિર સરકાર નથી આવવા દીધી. કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી છે તો આજે એને પગ નથી રાખવા દીધો. કોંગ્રેસ પાસે ન મુદ્દા, ન વિઝન અને કામ કરવાનું જુનુન છે. હિંમત હોય તો સામે વાર કરો આ ફેક વીડિયો નહીં, હિંમત હોય તો સામસામે આવીને બે-બે હાથ કરો, બતાવી દઈશું દાળભાત ખાવા વાળો શું કરી શકે છે. હવે ચૂંટણીમાં તેમની વાત નથી ચાલતી તો ફેક વીડિયો વાઈરલ કરે છે