દેશમાં લોકસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપે છેલ્લી બે ટર્મથી 26 બેઠકો પર જીત મેળવી છે. ત્યારે હવે દરેક બેઠક પાંચ લાખ મતોની લીડથી હેટ્રીક કરવા માટે ભાજપે કમરકસી લીધી છે. આજે દિલ્હીમાં યોજાયેલ ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના 15 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે.
જાણો કોનું પત્તુ કપાયું અને કોને મળી ટીકિટ
ગુજરાતના જાહેર થયેલા 15 ઉમેદવારોમાં બનાસકાંઠા સીટ પરથી પરબતભાઈ પટેલનું પત્તુ કપાયું છે અને તેમની જગ્યાએ ડો. રેખાબેન ચૌધરીને ટીકિટ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પશ્ચિમ પર કિરીટભાઈ સોલંકીના સ્થાને દિનેશભાઈ મકવાણાને ટીકિટ આપવામાં આવી છે. રાજકોટમાં મોહન કુંડારિયાનું પત્તુ કપાયું છે અને પુરૂષોત્તમ રૂપાલાને ટીકિટ અપાઈ છે. પોરબંદરથી રમેશ ધડૂકની ટીકિટ કાપીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટીકિટ અપાઈ છે. પંચમહાલમાં રતનસિંહ રાઠોડના સ્થાને રાજપાલ જાદવને ટીકિટ મળી છે. બાકીની બેઠકો પર ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યાં છે.