જાડેજા પોલિટિકલ લીગમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. પિતા અને બહેને કોંગ્રેસમાં જોડાયા બાદ જાડજાએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી. રવિન્દ્રએ ટ્વિટ કરીને જણાવ્યુ કે હુ ભાજપને સમર્થન આપી રહ્યો છુ. આ પ્રકારના સમર્થનની જાહેરાત ટીમ ઈન્ડિયમાં પસંદગી થતાની ત્રણ કલાકમાં જાડેજાએ કરી.જાડેજા પોલિટિક લીગમાં નવાઈની વાત એ છે કે બે દિવસ પહેલા જાડેજાના પિતા અનિરૂસિંહ અને બહેન નયનાબા કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે જાડેજા અને તેમના પત્ની રિવાબા પણ ભાજપને સમર્થન આપી રહ્યા છે. ગત દિવસે રિવાબાએ ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાણ કર્યુ હતુ. ત્યારે ટ્વિટર પર જાડેજાએ ભાજપમાં જોડાવાવની જાહેરાત કરતા પીએમ મોદીએ જાડેજાન આભાર પણ માન્યો હતો.મહત્વપૂર્ણ છે કે જાડેજાનો આખો પરિવાર હવે સક્રિય રાજનીતિમાં આવી ગયો છે. મહત્વપૂર્ણ છે કે જાડેજાએ ટ્વિટ પર ભાજપને સમર્થન કરવાની જાહેરાત કરતા જાડેજાની ટ્વિટ પર આલોચના પણ કરવામાં આવી રહી છે.