લોકસભા ચૂંટણી પરિણામ પહેલા જ અમિત શાહે એનડીએના નેતાઓને ડિનરપાર્ટી આપી

Webdunia
બુધવાર, 22 મે 2019 (08:05 IST)
લોકસભા ચૂંટણી પરિણામને હવે ગણતરીના કલાકો બાકી છે. પરંતુ પરિણામ પહેલા જ સત્તાપક્ષ અને વિપક્ષમાં બેઠકોનો દર શરું થઈ ગઈ છે. વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની આગેવાનીમાં બેઠક કરી. જ્યારે વડાપ્રધાન મોદીએ પણ પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરી. બાદમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે એનડીએના નેતાઓને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.  અમિત શાહે અશોકા હોટેલમાં  વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. જે બાદ સાથી પક્ષોએ તેમનું ફૂલોનો હાર પહેરાવી શાનદાર સ્વાગત કર્યું હતું.
 
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે  તેમની આગતા સ્વાગતા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રાત્રી ભોજના મેનુમાં એનડીએના દરેક નેતાઓની પસંદગીનું ભોજન સામેલ છે. આશરે અલગ અલગ પ્રકારના ૩૫ વ્યંજનો પીરસવામાં આવશે. ડિનરમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના હોવાથી ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવી
 
આ ડિનરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યા હતા. એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. 23મી મેના રોજ જાહેર થનારા પરિણામને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં મુખ્ય ચર્ચા કરવામાં આયોજન કર્યું હતું.
 

સંબંધિત સમાચાર

Next Article