ભાજપે રામસિંહ રાઠવાને પડતા મૂકીને મહિલા ઉમેદવાર ગીતાબહેન રાઠવાને છોટા ઉદેપુર(નંબર 21)થી ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે. તેમની સામે રણજિત રાઠવા છે.ગત વખતે કૉંગ્રેસે મનમોહનસિંઘ સરકારમાં મંત્રી નારણ રાઠવાને ટિકિટ આપી હતી.
ગુજરાતમાં જેતપુર નામથી બે વિધાનસભા ક્ષેત્ર આવેલાં છે. છોટા ઉદેપુરના જેતપુરનો બેઠક ક્રમાંક 138 છે, જે એસટી ઉમેદવારો માટે અનામત છે.
જ્યારે પોરબંદરની બેઠક હેઠળ આવતા જેતપુરનો બેઠક ક્રમાંક 74 છે. સંખેડાનાં લાકડાંનાં રમકડાં ગુજરાત સહિત દેશભરમાં વિખ્યાત છે.
છોટાઉદેપુર લોકસભા ક્ષેત્ર હેઠળ હાલોલ, છોટા ઉદેપુર (ST), જેતપુર(ST), સંખેડા, ડભોઈ, પાદરા અને નાંદોદ, આવે છે.
861728 પુરુષ, 808813 મહિલા તથા 11 અન્ય સહિત કુલ 1670552 મતદાર ઉમેદવારોનાં ભાવિનો નિર્ણય લશે.
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે. અમિત શાહ જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. 2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.