બનાસકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ

Webdunia
મંગળવાર, 7 મે 2019 (18:12 IST)
મુખ્ય પ્રતિદ્વંદી -  પરબત પટેલ (ભાજપ)   પરથી ભટોળ (કોંગ્રેસ) 
 
ડીસાના બટાટા ફ્રેન્ચ ફ્રાઇઝ માટે અનુકૂળ મનાય છે  ભાજપે મોદી સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીને પડતા મૂકીને પરબત પટેલને ટિકિટ આપી છે. તેમની સામે પર્થી ભટોળને કૉંગ્રેસે ટિકિટ આપી છે. ગત વખતે જોઈતા પટેલ  કૉંગ્રેસના ઉમેદવાર હતા.
 
અહીં આવેલી બનાસ ડેરી વિખ્યાત છે અને સ્થાનિક પશુપાલકો પર તેનું પ્રભુત્વ છે. ડીસાના બટાટા તથા પાલનપુરનું અત્તર વિખ્યાત છે.
 
વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા તથા દિયોદર વિધાનસભા ક્ષેત્ર આ લોકસભા બેઠક હેઠળ આવે છે.
આ બેઠક ઉપર 889561 પુરુષ, 806548 મહિલા તથા ચાર અન્ય સહિત કુલ 1696113 મતદાતા નોંધાયેલા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 

સંબંધિત સમાચાર

Next Article