નીટ યુજીની પરીક્ષા ફરીવાર નહી થાય, મામલા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

Webdunia
મંગળવાર, 23 જુલાઈ 2024 (17:59 IST)
સુપ્રીમ કોર્ટે આજે નીટ યૂજી મામલે સુનાવણી કરી. સુનાવણી દરમિયાન સીજેઆઈએ કહ્યુ કે 1 લાખ 8 હજાર સીટો માટે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો. તેમાથી 52 હજાર ખાનગી કોલેજો અને 56 હજાર સરકારી કોલેજોમાં સીટ છે. પરીક્ષામા 180 પ્રશ્ન હોય છે જેના કુલ અંક 720 હોય છે અને ખોટા જવાબ માટે એક નેગેટિવ અંક હોય છે. સીજેઆઈ સબમિશનને નોંધ્યુ કે લગાવેલ બે મુખ્ય આરોપ છે કાગળનુ લીક થવુ અને   વ્યવસ્થાગત નિષ્ફળતા. અરજી કરનારે સિસ્ટેમેટિક નિષ્ફળતા પર સવાલ ઉઠાવીને ફરીથી પરીક્ષાની માંગ કરી છે. અનેક રાજ્યોમાં આને લઈને FIR પણ નોંધવામાં આવી છે. 
 
નહી થાય રી-નીટ 
ત્યારબાદ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે નીટ યૂજીની પરીક્ષા ફરીથી નહી થાય. CJI એ કહ્યુ કે CBIની તપાસ અધૂરી જ છે. તેથી અમે NTA ને એ સ્પષ્ટ કરવાનુ કહ્યુ હતુ કે શુ ગડબડી મોટા પાયા પર થઈ છે કે નહી.  કેન્દ્ર અને NTA એ પોતાના જવાબમાં IIT મદ્રાસની રિપોર્ટનો હવાલો આપ્યો છે.  ચીફ જસ્ટિસે આગળ કહ્યુકે અમારી સામે પ્રસ્તુત સામગ્રી અને આંકડાના આધાર પર પ્રશ્નપત્રના વ્યવસ્થિત લીક થવાનો કોઈ સંકેત નથી.  જેનાથી પરીક્ષાની શુચિતામા અવરોધ ઉભા થવાનો સંકેત મળ્યો.  ત્યારબાદ SC એ નીટની ફરીથી પરીક્ષા કરાવવાનો ઈંકાર કર્યો. કોર્ટે કહ્યુ કે જે તથ્ય તેમની સામે છે તેને ધ્યાનમાં રાખતા ફરીથી પરીક્ષા કરાવવી યોગ્ય નિર્ણય નહી રહે. 
 
દાગી વિદ્યાર્થીઓને જુદા કરી શકાય છે 
 CJIએ કહ્યું કે કલંકિત વિદ્યાર્થીઓને બાકીના વિદ્યાર્થીઓથી અલગ કરી શકાય છે. જો તપાસમાં લાભાર્થીઓની સંખ્યામાં વધારો જણાશે, તો કાઉન્સેલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ કોઈપણ તબક્કે આવા કોઈપણ વિદ્યાર્થી સામે પગલાં લેવામાં આવશે. કોઈપણ વિદ્યાર્થી કે જે આ છેતરપિંડીમાં સંડોવાયેલો અથવા લાભાર્થી જોવા મળે છે તેને પ્રવેશ મેળવવાનો અધિકાર રહેશે નહીં. સીબીઆઈની તપાસ મુજબ પેપર લીકના કારણે ગેરરીતિનો લાભ મેળવનારા 155 વિદ્યાર્થીઓ છે.
 
નવેસરથી પરીક્ષા કરાવવાનો આદેશ આપવો એ ગંભીર પરિણામોથી ભરેલો નિર્ણય 
CJIએ વધુમાં કહ્યું કે કોર્ટને લાગે છે કે આ વર્ષે NEET UG પરીક્ષા નવેસરથી આયોજિત કરવાનો નિર્દેશ ગંભીર પરિણામોથી ભરપૂર હશે, જેના પરિણામો આ પરીક્ષા અને પ્રવેશ કાર્યક્રમમાં હાજર રહેલા 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભોગવવા પડશે. આનાથી શિક્ષણ ક્ષેત્રે વિક્ષેપ પડશે, તબીબી શિક્ષણના અભ્યાસક્રમ પર અસર પડશે, ભવિષ્યમાં લાયકાત ધરાવતા ડોકટરોની ઉપલબ્ધતા પર અસર પડશે અને સીટોની ફાળવણીમાં જેમના માટે અનામત રાખવામાં આવી છે તે વંચિત જૂથ માટે ગંભીર રીતે નુકસાન થશે.
 
કોર્ટે પોતાના આદેશમાં એ સવાલને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી જેના નવા અને જૂના સિલેબસના આધાર પર બે આંસરને સાચો માનીને નંબર આપવામાં આવ્યા હતા.  કોર્ટે કહ્યુ કે IIT ની રિપોર્ટે સ્વીકાર્યુ છે કે વિકલ્પ નંબર 4 સાચો છે.. અમે  IIT રિપોર્ટને સ્વીકાર કરીએ છીએ. 
 
 કોર્ટે માન્યુ કે પેપર લીક થયુ 
CJIએ કહ્યું કે 4 દિવસથી વધુ સમય સુધી દલીલો સાંભળવામાં આવી. અમે CBI અધિકારી કૃષ્ણા સહિત તમામ પક્ષોને સાંભળ્યા છે. અમે માનીએ છીએ કે હજારીબાગ અને પટનામાં NEET UG 2024 પેપર લીક થયું હતું, આ અંગે કોઈ વિવાદ નથી. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યા બાદ સીબીઆઈએ તેનો સ્ટેટસ રિપોર્ટ 10 જુલાઈના રોજ દાખલ કર્યો છે. કોર્ટે પોતાના અંતરિમ આદેશમાં મુખ્ય મુદ્દા પર વિચાર કરત અ એનટીએ, કેન્દ્ર અને સીબીઆઈ પાસેથી સોગંદનામુ માંગ્યુ હતુ. દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઝારખંડમાં એફઆઈઆર સીબીઆઈને હસ્તાંતરિત કર્યા બાદ સીબીઆઈની ભૂમિકા સામે આવી છે.  

સંબંધિત સમાચાર

Next Article