આ સાથે, જો તમને NEET UG રિટેસ્ટના જવાબો અંગે કોઈ વાંધો હોય, તો તમે આજે રાત્રે 11 વાગ્યા પહેલા તેની નોંધણી કરાવી શકો છો. NTA એ NEET UG રી-ટેસ્ટની આન્સર કી બહાર પાડી છે. NEET UG રિટેસ્ટ કુલ 1,563 ઉમેદવારો માટે લેવામાં આવી હતી જેમને 5 મેના રોજ નિર્ધારિત પરીક્ષાની તારીખે સમય ગુમાવવાને કારણે પરિણામ જાહેર થયા પછી ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા.