વ્હાટ્સએપ્પ ડાર્ક મોડ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે અને તેના પર કામ ચાલી રહ્યુ છે. આ વ્હાટ્સએપનું લાંબા સમયથી રાહ જોવાય રહેલ ફીચર બની ગયુ છે. હવે આગામી ફીચરની એક કાંસ્સૈપ્ટ ઈમેજ ઓનલાઈન જોવામાં આવી છે. જેનાથી વ્હાટ્સએપના ડાર્ક મોડ ફીચરની કે ઝલક જોવા મળે છે કે આ ફીચર કેવુ દેખાશે. WABetaInfo એ ટ્વિટર પર વ્હાટ્સએપન્ના એંડરોઈડ વર્જનની ડાર્ક મોડ ફીચરનો સ્ક્રીન શૉટ શેયર કર્યો છે. જો કે આવુ પહેલીવાર નથી થયુ જ્યારે વ્હાટ્સએપ્પ ડાર્ક મોડની તસ્વીર સામે આવી છે.
જેવુ નામની જાણ થાય છે કે વ્હાટ્સએપ્પના આ ફીચરમાં એપ પર ચૈટનુ બૈકગ્રાઉંડ ડાર્ક થઈ જશે. આ એવો જ ડાર્ક મોડ છે જે યૂટ્યુબ ટ્વિટર ગૂગલ મૈપ્સ વગેરે પર જોવા મળે છે. અગાઉની રિપોર્ટથી આ સંકેત મળે છે કે આ ફીચરને મૈન્યૂઅલી સ્વિચ કરી શકાય છે. પણ કેટલીક રિપોર્ટથી એ પણ માહિતી મળે છે કે એક વિકલ્પ હેઠળ યૂઝર જે ટાઈમથી કરશે એ હિસાબથી દરરોજ ડાર્ક મોડ એ સમયથી ઓટોમેટિકલી એક્ટિવેટ થઈ જશે.
હાલ કંપનીએ સત્તાવાર રૂપે આગામી ફીચરની જાહેરાત કરી નથી. અત્યાર સુધી આ ફીચરની રિલીસ ડેટ વિશે કોઈ માહિતી સામે આવી નથી.
ડાર્ક મોડ લેટેસ્ટ ઓએસ 9.0 પાઈ નુ કી ફીચર છે. આ ફીચરથી લો-લાઈટ કંડિશનમાં ફોનને યૂઝ કરવો સરળ બને છે. આ વ્હાઈટ લાઈટ ઈટરફેસ ને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત આ સ્માર્ટ ફોનની બેટરી લાઈફને પણ વધારે છે. ગૂગલનુ કહેવુ છે કે ડાર્ક મોડ 43% ઓછી બેટરીનો ઉપયોગ કરે છે.