ટ્વિટરે (Twitter) મંગળવારે નવા નિયમો રજૂ કર્યા છે. જેમાં અન્ય લોકો તેમની સંમતિ વિના યુઝર્સના ફોટો અને વીડિયો શેર કરી શકશે નહીં. ટ્વિટરે આ પગલું તેના નવા સીઈઓ પરાગ અગ્રવાલે (Parag Agarwal) જવાબદારી સંભાળ્યા બાદ ઉઠાવ્યું છે. ટ્વિટર અનુસાર, આ અપડેટ પાછળનો હેતુ તેની એન્ટી હેરેસમેન્ટ નીતિઓને વધુ મજબૂત બનાવવાનો છે.
Twitter એ કહ્યુ કે આ નીતિ પબ્લિક ફિગરને અને વ્યક્તિઓ પર લાગુ પડતી નથી જ્યારે મીડિયા જાહેર હિતમાં તેમના ટ્વિટ શેર કરે છે. આમાં વ્યક્તિગત માહિતી જાહેર કરવાની ધમકી આપવી અથવા અન્ય લોકોને આમ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ સમાવેશ થાય છે.