આ કંપની આગામી બે વર્ષમાં 10,000 અમેરિકનોને JOB આપશે

Webdunia
મંગળવાર, 2 મે 2017 (14:39 IST)
આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઈંફોસિસ 10 હજાર અમેરિકનનો નોકરી આપશે. આ પગલુ એવા સમયે ઉઠાવવામાં આવી રહ્યુ છે જ્યારે ઈંફોસિસ અને અનેક અન્ય ભારતીય કંપનીઓ જેવી કે ટીસીએસ અને વિપ્રો અમેરિકામાં રાજનીતિક નિશાના પર છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ કંપનીઓને કારણે ખુદ અમેરિકનોને જ જોબ મળી રહી નથી. , 
 
સોમવારે મોડી રાત્રે ઈંફોસિસે કહ્યુ છે કે તે આગામી બે વર્ષમાં દસ હજાર અમેરિકિ કર્મચારીની ભરતી કરશે. સાથે જ તે યૂએસમાં ચાર ટેકનોલોજી સેંટર ખોલશે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસન ગૃહ નગર ઈંડિયાનાથી સેંટર ખોલવાની શરૂઆત કરવામાં આવશે.  આઈટી કંપનીઓ H1-B વીઝા પર ખૂબ આધીન રહે છે અને તેની સમીક્ષા માટે યૂએસ પ્રેસિડેંટ ડોનાલ્ડ ટ્રંપે કહી દીધુ છે. 
 
ન્યૂઝ એજંસી રૉયટર્સની સાથે એક ઈંટરવ્યુમાં ઈફોસિસના સીઈઓ વિશાલ સિક્કાએ કહ્યુ કે કંપની આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ જેવા ક્ષેત્રોમાં અમેરિકી કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે.  તેમણે કહ્યુ છે કે ફર્મ પહેલા જ 2 હજાર અમેરિકિયોની ભરતી કરી ચુકી છે.  આ ભરતી તેમની 2014ના પ્લાનનો એક ભાગ હતો. 
 
સિક્કાએ કહ્યુ - જ્યારે તમે અમેરિકી દ્રષ્ટિકોણથી જોશો તો દેખીતી રીતે અમેરિકનો માટે વધુ નોકરીઓ અને તક ઉભી કરવી સારી વાત છે. 
 
ઈંફોસિસ કંપની જાણીતી અમેરિકી વિશ્વવિદ્યાલયો અને સ્થાનીય કોલેજોમાંથી નીકળેલા વિદ્યાર્થીઓની સાથે ટેકનીકલ રીતે અનુભવી લોકોને નોકરી આપશે.  આ લોકોને સારુ પ્રશિક્ષણ આપવામાં આવશે. જેથી ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરવામાં આ કંપનીની મદદ કરી શકે. 
 
અમેરિકામાં ઈફોસિસ ફાઉંડેશન દ્વારા 2015થી લઈને અત્યાર સુધી 1.34 લાખ વિદ્યાર્થી અઢી હજારથી વધુ શિક્ષક અને અઢી હજારથી વધુ શાળમાં પ્રશિક્ષણ આપવામાં આવી ચુક્યુ છે. ફાઉંડેશન કોડ ડૉટ ઓઆરજી અને સીએસટીએ જેવી સંસ્થાનોની સાથે ભાગીદારી કરી પ્રશિક્ષણની સુવિદ્યા આપી રહ્યુ છે. 
Next Article