સરકારે વધુ 43 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાંના મોટાભાગના ચાઇનીઝ છે. તેઓને દેશનુ સાર્વભૌમત્વ, અખંડિતતા અને સલામતી માટે ખતરો તરીકે વર્ણવવામાં આવ્યા છે. આઇટી એક્ટની કલમ 69A હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એપ્સ ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના ઇનપુટ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આઇટી મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત રિપોર્ટના આધારે લેવામાં આવ્યો છે. આ અગાઉ, 29 જૂને, સરકારે 59 ચીની મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, 2 સપ્ટેમ્બરના રોજ વધુ 118 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ચીનની સરહદ પર તનાવ વચ્ચે સરકારની આ કાર્યવાહીને ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક પણ કહેવામાં આવે છે.