IPL 2024 Points Table: IPL 2024ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં થઈ ચુકી છે. અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે અને તમામ મેચો પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલી ટીમોએ જીતી છે. RCBએ પંજાબ કિંગ્સને ચાર વિકેટે હરાવીને વર્તમાન સિઝનની પ્રથમ જીત નોંધાવી. RCB તરફથી વિરાટ કોહલી સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યા. તેમણે 77 રનની ઇનિંગ રમી અને ટીમને જીત તરફ દોરી. પરંતુ જીતવા છતા પણ RCBની ટીમ પોઈન્ટ ટેબલના ટોપ-4માં જગ્યા બનાવી શકી નથી.
આ સ્થાન પર છે RCBની ટીમ
આરસીબીની ટીમ ચાલુ સિઝનમાં બે મેચ રમી છે. ટીમને પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેની 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી કોહલીની ટીમે જોરદાર કમબેક કર્યું અને બીજી મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ટીમને 2 પોઈન્ટ મળ્યા છે. ટીમનો નેટ રન રેટ માઈનસ 0.180 છે. RCBની ટીમ છઠ્ઠા નંબર પર છે.
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 26, 2024
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
પહેલા નબર પર છે રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સ ટીમે એક મેચ જીતી છે અને ટીમ બે પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ટીમનો નેટ રન રેટ વત્તા 1.000 છે. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ બીજા સ્થાને છે. ટીમનો નેટ રન રેટ પ્લસ 0.779 છે. શુભમન ગિલની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ ટીમ ત્રીજા નંબર પર છેટીમનો રન રેટ 0.300 છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ચોથા સ્થાને અને પંજાબ કિંગ્સ ટીમ પાંચમા સ્થાને છે. પંજાબ કિંગ્સની ટીમ આઈપીએલમાં અત્યાર સુધીમાં બે મેચ રમી છે, જેમાં એકમાં તેને જીત અને એકમાં હાર મળી છે. ટીમનો નેટ રન રેટ 0.025 છે.
છેલ્લા સ્થાન પર લખનૌ સુપર જાયન્ટ્સ
IPL 2024 માં, સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો અત્યાર સુધીમાં એક-એક મેચ રમી છે અને આ ટીમો હારી છે. હૈદરાબાદની ટીમ સાતમા સ્થાને, મુંબઈ આઠમા સ્થાને, દિલ્હી કેપિટલ્સ 9મા સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 10મા સ્થાને છે. લખનૌની ટીમ છેલ્લા સ્થાને છે. ટીમનો રન રેટ માઈનસ 1.000 છે.