PBKS vs GT: IPL 2023ની 18મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ ટીમ પંજાબ કિંગ્સ સામે હતી. આ મેચ મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાઈ. ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં અત્યાર સુધી બંને ટીમો બે મેચ જીતી ચુકી છે. સાથે જ બંને ટીમોને અગાઉની મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટોસ જીત્યા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
પંજાબે 153 રન બનાવ્યા હતા
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. આ મેચમાં પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને તેનો ઓપનર પ્રભસિમરન સિંહ ખાતું ખોલાવ્યા વગર પરત ફર્યો હતો. ત્યારબાદ શિખર ધવન 8 રન બનાવી આઉટ થયો હતો. આ પછી મેથ્યુ શોર્ટે 36 રન બનાવ્યા હતા. આ સિવાય ભાનુકા રાજપક્ષેએ 20 રન બનાવ્યા હતા. જ્યારે જીતેશ શર્માએ 25 રન બનાવ્યા હતા. આ સિવાય સેમ કરન અને શાહરૂખ ખાને 22-22 રન બનાવ્યા હતા.
કેવી રીતે હેડ ટુ હેડ રેકોર્ડ છે
આ બંને ટીમોના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, ગુજરાત અને પંજાબ બરાબરી પર છે. આ બંને ટીમો વચ્ચે છેલ્લી સિઝન 2 મેચ રમાઈ હતી. જેમાં એક મેચમાં પંજાબની ટીમનો વિજય થયો હતો જ્યારે ગુજરાતની ટીમ પણ એક મેચ જીતવામાં સફળ રહી હતી. જ્યારે આ સિઝનની છેલ્લી મેચમાં ગુજરાતની ટીમને KKR સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે પંજાબને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.