IPL 2021 2nd Phase: હવે ખાલી સ્ટેડિયમમાં મેચ નહી રમાય, જાણો ક્યારથી બુક કરી શકો છો ટિકિટ

Webdunia
બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (17:02 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 ના બીજા ફેજના મેચ ખાલી સ્ટેડિયમમાં નહી રમાશે. 19 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થનારી ફેજ-2ની બીજી મેચને જોવા માટે ફેન્સ સ્ટેડિયમમાં આવી શકશે.  બીજા ફેજની મેચ ખાલી સ્ટેડિયમમાં નહીં રમાય. 19 સપ્ટેમ્બરે દુબઈ IPL 2021 નો પહેલો ફેજ ખાલી સ્ટેડિયમમાં રમાયો હતો. આ સમાચાર આઈપીએલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યા છે. 2020 આઈપીએલ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં રમાઈ હતી અને પછી તે ખાલી સ્ટેડિયમમાં રમાઈ હતી.
આઈપીએલ 2021 નો પહેલો ફેજ ભારતમાં રમાયો હતો અને ત્યારબાદ પણ મેચ ખાલી સ્ટેડિયમમાં યોજાઈ હતી. 2019 આઈપીએલ પછી આ પ્રથમ વખત હશે, જ્યારે ફેન્સ સ્ટેડિયમની જઈને મેચનો આનંદ ઉઠાવી શકશે. આઈપીએલની સાઇટ પર ટિકિટ બુકિંગ સંબંધિત તમામ વિગતો  શેર કરવામાં આવી છે. IPLના સૂત્રો મુજબ ફેન્સ  16 સપ્ટેમ્બરથી ટિકિટ બુક કરાવી શકે છે.
<

NEWS - VIVO IPL 2021 set to welcome fans back to the stadiums.

More details here - https://t.co/5mkO8oLTe3 #VIVOIPL

— IndianPremierLeague (@IPL) September 15, 2021 >
 
ટિકિટ બુકિંગ સત્તાવાર વેબસાઇટ www.iplt20.com ના ઉપરાંત PlatinumList.net સાઇટ પરથી પણ કરી શકાય છે. IPL 2021 ની બીજી સીઝનની તમામ મેચ શારજાહ, દુબઈ અને અબુ ધાબીમાં રમાશે. યુએઈ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન અને પ્રોટોકોલ મુજબ સ્ટેડિયમમાં મર્યાદિત સીટ્સ જ રહેશે. 

સંબંધિત સમાચાર

Next Article