UAE માં જ રમાશે આઈપીએલ 2021 ની બચેલી મેચ, BCCI લગાવી મોહર

શનિવાર, 29 મે 2021 (13:59 IST)
બીસીસીઆઈએ શનિવારે યોજાયેલ સ્પેશ્યલ જનરલ મીટિંગ (એસજીએમ)માં આઇપીએલ 2021 ની બાકીની મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરની વચ્ચે યુએઇમાં રમાડવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ માહિતી આપી છે. એવું કહેવાય રહ્યુ છે કે આ નિર્ણય તેથી પણ લેવામાં આવ્યો છે કારણ કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતમાં સામન્ય રીતે હવામાન ખરાબ રહે છે. ઉલ્લેખનીય છે કે બાયો બબલમાં અનેક ખેલાડીઓના કોરોના પોઝીટીવ આવ્યા છી 4 મે ના રોજ બોર્ડે ઈંડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દીધી હતી. 
 
 આ મીટિંગ પહેલા જો કે બોર્ડે સંકેત આપ્યો હતો કે  યુએઈ માં જ આઈપીએલ 2021 ની બાકીની બચેલી 31 મેચ આયોજીત કરી શકાય છે.  બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે ટુર્નામેન્ટની બાકીની મેચ 10 અઠવાડિયામાં સમાપ્ત થશે, જેમાં 10 ડબલ-હેડર મુકાબલાનો પણ સમાવેશ થાય છે. અધિકારીએ કહ્યું કે, 'લીગ શરૂ થવાની તારીખ સ્ટેકહોલ્ડરને 18 થી 20 સપ્ટેમ્બર સુધીની બતાવાઈ છે. 18 સપ્ટેમ્બરે શનિવાર છે, બીજી બાજુ 19 સપ્ટેમ્બરના રોજ રવિવાર છે. તેથી બોર્ડ આ તારીખથી જ આઈપીએલ શરૂ કરવા માંગશે. આ જ રીતે ફાઈનલ 9 અથવા 10 ઓક્ટોબરના રોજ યોજાય શકે છે.



BCCIના એક સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ટી-20 વર્લ્ડ કપ વિશે 1 જૂને ICCની મીટિંગ થવાની છે. આ સંજોગોમાં SGMનું ઘણું મહત્ત્વ છે. ત્યારે જોવું પડશે કે ભારતમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ એસોસિયેશન વર્લ્ડ કપ માટે કેટલું તૈયાર છે. ઓક્ટોબર-નવેમ્બરમાં હવે વધારે સમય નથી. અમે આ વિશે સ્ટેટ એસોસિયેશન્સના વિચાર જાણીશું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર