રાજસ્થાન રોયલ્સે રવિઆરે સનરાઈઝરસ હૈદરાબાદ વિરુદ્દ રોમાંચક મેચમાં 5 વિકેટે જીત નોધાવી. રાહુલ તેવાતીયાએ એકવાર ફરી તેની શાનદાર બેટિંગના આધારે હારતી મેચમાં રાજસ્થાન રોયલ્સને જીત તરફ દોરી હતી. તેવાતીયાએ 28 બોલમાં 45 રન બનાવ્યા અને ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. તેવતિયાની આ ઇનિંગ્સથી કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સની મેચ પણ યાદ આવી ગઈ. વીરેન્દ્ર સહેવાગે મજેદાર અંદાજમાં રાહુલની પ્રશંસા કરી છે.
સેહવાગે કહ્યું, રાજસ્થાનનો પ્રાણ છે તેવટિયા
મેચ પછી ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે તેવટિયાના ભરપૂર વખાણ કરતાં કહ્યું, "તેવટિયા એક ક્રાંતિ છે, બોલરોની શાંતિ છે. તેવટિયા એક બાણ છે, રાજસ્થાનનો પ્રાણ છે. અદભુત જીત. યુવા રિયાન પરાગ અને રાહુલ તેવટિયાએ જોરદાર ફાઈટબેક આપી. રાજસ્થાનની શાનદાર જીત."
રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 26મી મેચમાં રાજસ્થાન રોયલ્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 159 રન ચેઝ કરતાં 4 ઓવરમાં 54 રનની જરૂર હતી. જોસ બટલર, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન અને રોબિન ઉથપ્પાના રૂપમાં 5 વિકેટ પડી ગઈ હતી. 13.5ની રનરેટે ટાર્ગેટ ચેઝ કરવાનો હોઈ કોઈ સ્ટાર બેટ્સમેન ઊભો ન હોય અને રાશિદ ખાન જેવા T-20 લિજેન્ડની એક ઓવર બાકી હોય એટલે સ્વાભાવિકપણે રાજસ્થાન જીતે તેવી આશા કોઈને ન હોય.
રાહુલ તેવટિયાએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે એક ઓવરમાં 5 સિક્સ મારીને મેચનું રૂપ બદલ્યું હતું, પરંતુ એ પછી તેના પર વન મેચ વન્ડરનું પાટિયું લાગી ગયું હતું. આજે તેણે પરાગ સાથે છઠ્ઠી વિકેટ માટે 7.5 ઓવરમાં 85 રન જોડીને સીઝનમાં બીજીવાર ટીમને હારેલી મેચ જિતાડી. બંનેએ પ્રથમ ઇનિંગ્સ સંભાળી અને ત્યારબાદ ઝડપી રન બનાવ્યા. છેલ્લી પાંચ ઓવરમાં બંનેએ ધમાકેદાર બેટિંગ કરી અને 85 રનની અણનમ ભાગીદારીથી ટીમને જીત અપાવી. આ જીત બાદ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે.