છેલ્લા કેટલાક સમયતથી ક્રિકેટના ચાહકો જે ક્ષણની રાહ જોઇ રહ્યા હતા તે હવે ખૂબ નજીક આવી ગઈ છે. આજથી એટલે કે શનિવાર 19 સપ્ટેમ્બરના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની શરૂઆતની મેચમાં આજે ટૂર્નામેન્ટની બે સૌથી મોટી ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો સામસામે રહેશે. આ દર્શકો માટે ખુશીનો ક્ષણ હશે. આ સાથે, કોરોના વાયરસને કારણે ભારતની બહાર યુએઈમાં થઈ રહેલા આઇપીએલની શરૂઆત થશે. આ વર્ષની આઈપીએલની તમામ મેચ યુએઈનાં ત્રણ શહેરો દુબઇ, અબુ ધાબી અને શારજાહમાં રમાશે. મોટાભાગની મેચ (24) દુબઇમાં, અબુધાબી(20)માં અને (12 મેચ) શારજાહમાં થશે
ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે અને તેણે ચાર વખત આ ખિતાબ જીત્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે 2013, 2015, 2017 અને 2019 માં ખિતાબ જીત્યા છે. બીજી તરફ, ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સને 3 વખત આઈપીએલનો ખિતાબ અપાવ્યો છે. ટીમે 2010, 2011 અને 2018 માં ખિતાબ જીત્યો છે. ચાલો જોઈએ કે તમે આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે.
ક્યારે અને ક્યા રમાશે મેચ ?
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2020 ની પહેલી મેચ શનિવારે 19 સપ્ટેમ્બરના રોજ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાશે.
મેચ કેટલા વાગે શરૂ થશે ?
મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ મેચની શરૂઆતના અડધો કલાક પહેલા એટલે કે 7.00 વાગ્યે હશે.
લાઈવ ટેલિકાસ્ટ ક્યા જોઈ શકાય છે ?
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનો લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.
લાઈવ સ્ટ્રીમિંગ ક્યા જોઈ શકાય છે ?
તમે ડિઝની + હોટસ્ટાર એપ્લિકેશન પર આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશો. આ સિવાય રિલાયન્સ જિયો આઈપીએલ 2020 નું લાઇવ સ્ટ્રીમિંગ પણ કરશે.