Frozen Peas- રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Webdunia
શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (16:43 IST)
તાજા વટાણા માત્ર શિયાળામાં જ આવે છે. પછી 5-6 મહીના સુધી બજારથી દૂર રહે છે. તેથી તમે ફ્રોજન વટાણાના ઉપયોગ કરી શકો છો. પણ શું ક્યારે જાણ્યું છે કે ફ્રોજન વટાણા કેવી રીતે બને છે. કે પછી વટાણાવે વધારે દિવસો સુધી કેવી રીતે પ્રીજર્વ કરીને રાખી શકાય છે. જો નહી તો અમે જણાવી રહ્યા છે વટાણા 
પ્રિજર્વ કરવાના બેસ્ટ ટીપ્સ 
ટીપ્સ
- વટાણા પ્રિજર્વ કરવા માટે હમેશા સારી વટાણની ફળી લેવી. 
- એક મોટા વાસણમાં બે લીટર પાણી ઉકાળી લો. 
- એક બીજા વાસણમાં એક લીટર ફ્રીજનો ઠંડુ પાણી અને બે આઈસ ટ્રે બરફ નાખી દો. 
- જ્યારે ગૈસ પર ચઢાવેલ પાણી ઉકળવા લાગે તો પાણીમાં વટાણા નાખી 2 મિનિટથી વધારે ન ઉકાળવી. જ્યારે વટાણા ઉપર આવવા લાગે તો તેને ઠંડા પાણીમાં નાખતા જાઓ. 
- ઠંડા પાણીમાં નાખવાથી વટાણાની રાંધવાના પ્રક્રિયા બંદ થઈ જશે. ઠંડા પાણીમાં 7-8 મિનિટ સુધી નાખી મૂકો. 
- થાળીમાં એક સફેદ કપડું પથારી અને તેના પર ઠંડા પાણીથી કાઢી વટાણા ફેલાવી દો. 30 મિનિટ સુધી વટાણાને એમજ રહેવા દો. 
- વટાણામાં હળવું મીઠું મિક્સ કરી લો. જિપર બેગ કે પછી કોઈ કાંચના જારમાં ભરીને ફ્રીજમાં મૂકી દો. આ વાતનો ધ્યાન રાખો કે જિપર કે જે વાસણમાં સ્ટૉર 
 
કરી રહ્યા છો. તેમાં વટાણા ભરતા સમયે ભેજ ન રહેવી જોઈએ. 
- તમે ફ્રીજરમાં આખું વર્ષ વટાણાને આ રીતે રાખી શકો છો. 
 
આ વાતોંનો ધ્યાન રાખવું 
- વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરતા પહેલા વટાણાના એક બે દાણા ચાખી જુઓ. જો સ્વાદ મીઠો છે તો વટાણા આગળ પણ મીઠા જ રહેશે. 
- મોટા જિપરની જગ્યા નાના-ના જિપર બેગમાં વટાણા મૂકો. આવું કરવાથી તેને ઉપયોગ કરતા અને રાખવામાં વધારે સરળતા થશે. 
- પ્રિજર્વ વટાણા કામમાં લેવા માટે તેને જિપર બેગથી કાઢીને સાફ પાણીમાં 5 મિનિટ પલાળી રાખો. 
 

સંબંધિત સમાચાર

Next Article