1 - જો તમારું ઘર ઉપરના માળે છે, તો દેખીતુ છે કે ગરમી વધારે રહેશે. આવી સ્થિતિમાં, તમે ટેરેસ પર એક નાનકડો બગીચો તૈયાર કરી શકો છો. આ ઉપરાંત ગ્રીન શેડ પણ લગાવી શકાય છે. વાંસ લગાવીને કેટલીક બેલ કે લતાઓ તેના પર ચઢાવી શકો છો. ટોપ ફ્લોર પર હવાની અવર જવર સારી રહે છે. તેથી સાંજે ઘરની બારી-બારણા ખોલી દો.