Cool Home Tips- વગર એસી ઘરને આ રીતે રખો ઠંડુ, કૂલ ફીલીંગ

Webdunia
સોમવાર, 4 એપ્રિલ 2022 (09:28 IST)
સારી રીતે સુશોભન માટે ઓપન હાઉસ દરેકને માનસિક સંતોષ આપે છે અને વ્યક્તિ ખુદને ફ્રેશ અનુભવે છે.   ઉનાળામાં જ્યારે તમે સાંજના સમયે ઘરે આવો તો ઘરમાં આવતા જ તમને તાજી અને ઠંડી હવાનો અનુભવ થાય તો  તમે બધો થાક ભુલી જાવ. જો તમે તમારા ઘરને એક તાજી અને કૂલ ફીલિંગ આપવા ઇચ્છો છો તો આ રીતે તમારા કાર્યમાં થોડી ક્રિએટીવીટીનો સમાવેશ કરી લો.  
 
લીવીંગ રૂમ 
1. જો રૂમમાં કાર્પેટ હોય તો તેને કાઢી નાખો. કારણ કે કાર્પેટની કરતા ફર્શ વધારે ઠંડક આપે છે. 
 
2. રૂમમાં ફર્નિચર એવી રીતે મૂકો જેથી રૂમ ઓપન લાગે. જો જરૂરી ના હોય તો વધારાના ફર્નિચરને દૂર કરી દો. કારણ કે જગ્યા જેટલી ખુલી હોય તેટલો ગરમીનો અનુભવ ઓછો થશે. 
 
3. જો રૂમમાં જ્ગ્યા સારી હોય ફર્શ પર ગાદલા પાથરી તેના પર સારી રીતે કુશન સજાવો. ફલોરની આ સીટીંગ અરેંજમેંટ તમને રિલેક્સ રાખશે.  
 
4. પડદાં અને કુશન કવર માટે બ્રાઈટ પેસ્ટલ ફ્લોરલ પ્રિન્ટસ પસંદ કરવા. 
 
5 જો કલર કરાવવો હોય તો બ્રાઈટ સમર શેડસ નો ઉપયોગ કરો.
 
6. રૂમને ફ્રેશ લૂક આપવા માટે તાજા ફૂલ પોટમાં સજાવો. 
 
બેડરૂમ
1 ઉનાળામાં બેડશીટસ સોફ્ટ કોટનની અને લાઈટ રંગોની ઉપયોગમાં લેવી.
 
2 બેડરૂમમાં રૂમ ઇન્ડોર પ્લાન્ટ લગાવો અને દરરોજ તેના પર પાણી સ્પ્રે કરો. 
 
3. નાઈટ બલ્બ લીલા અથવા વાદળી રંગના હોવા જોઈએ.
 
4 સાંજે બધી વિન્ડો ખોલો પરંતુ જાળીવાળા દરવાજા બંધ રાખો જેથી માત્ર તાજી હવા આવે મચ્છર- માખીઓ નહી. 
 
5. રૂમમાં ડાર્ક રંગ અને ભારે ફેબ્રિકવાળા પડધા કાઢી નાખો અને નેટવાળા પડદાં લગાવો. 
 
6. જો રૂમમાં સીધો સૂર્યપ્રકાશ આવતો હોય તો સનશૈડ લગાવી રૂમને ઠંડું રાખી શકાય. 
 
ડાઈનિંગરૂમ 
 
1. ડાઈનિંગ ટેબલના નેપકિન્સ કે મેટસ યેલો, ગ્રીન કે ઓરેંજ કલરના જ હોવા જોઈએ.
 
2. તાજા ફૂલ ફ્લાવરપોટમાં સજાવી ડાઇનિંગ ટેબલના મધ્યમાં ડેકોરેટ કરો. 
 
3. ડાઈનિંગ એરીયાને કૂલ ઈફેક્ટ આપવા દિવાલ પર વોલ પેપર (ફલાવર બેસ્ડ ,ગ્રીનરી બેસ્ડ ) પણ લગાવી શકો છો. 
 
 
વિન્ડો ડિસ્પ્લે
 
તમારા રૂમમાં દિવાલમાં મોટી વિન્ડો છે અને તે ફલોર સુધી ઓપન છે તો તેની બહાર છોડ અને ફૂલોવાળા કુંડા મુકો. બહાર જગ્યા હોય તો ગ્રીન ઘાસ લગાવો. સવારે-સાંજ જ્યારે તમે છોડને પાણી આપશો તો ત્યાંની ઠંડી હવા તમે રૂમમાં પણ અનુભવશો.  વિંડો પાસે અંદરની સાઈડ જગ્યા હોય તો ત્યા ગાદલા મુકી કુશન્સ મૂકી શકાય છે.  ત્યાં બેસીને તમે બહારના દૃશ્ય જોઈ ઠંડકનો અનુભવ કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

Next Article