ગરમીની સીઝન શરૂ થઈ ચુકી છે અને અ સથે જ એસી કૂલરના ખર્ચા પણ શરૂ થઈ ગયા છે. અનેક લોકોના ઘરમાં તો એસી કૂલર ચાલવુ પણ શરૂ થઈ ગયુ છે પણ આખો દિવસ એસી નીચે વિતાવવાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. આવામાં જરૂરી છે કે તમે ઘરને ઠંડુ રાખવા માટે એસી કુલર જ ચલાવો. આ માટે તમે કેટલીક નેચરલ રીતનો પણ ઉપયોગ કરી શકો છો. આજે અમ કેટલીક આવી જ ટિપ્સ તમને આપી રહ્યા છીએ. જે ઉકળતા તાપમાં પણ તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ બનાવી રાખશે. તો ચાલો જાણીએ એસી અને કુલર વગર ઘરને ઠંડુ રાખવાની સહેલી ટિપ્સ.
ઈકો ફ્રેંડલી ઘર - જો તમે નવુ ઘર બનાવી રહ્યા છો તો પહેલાથે એજ તેને ઈકો ફ્રેંડલી બનાવી લો. ઘરને બનાવવા માટે હંમેશા રેનવોટર હાર્વેસ્ટિંગ, સોલર વોટર હીટિંગ સિસ્ટમ, સીવેજ ટ્રીટમેંટ પ્લાન જેવી વસ્તુઓ પર ફોકસ કરો. તેનાથી ઘર ગરમીની ઋતુમાં પણ ઠંડુ રહે છે.