Video - ડાયેટિંગ નહી શરીરને ફિટ રાખવા માટે અપનાવો આ 8 ટિપ્સ

Webdunia
ગુરુવાર, 24 મે 2018 (09:29 IST)
દરેકને હેલ્ધી અને ફિટ રહેવુ ગમે છે. આ માટે તમે ડાયેટિંગ હેલ્ધી ભોજનથી લઈને એક્સરસાઈઝ પણ કરો છે.  પણ તેમ છતા પણ તમે અનફિટ રહો છો. એક્સપર્ટનુ કહેવુ છે કે ફિટ રહેવા માટે ફક્ત ડાયેટિંગ અને એક્સસાઈઝ જ પુરતી નથી. આ માટે ભરપૂર ઉંઘ અને ઘણુ બધુ પાણી પીવા સાથે ઘણા કામ કરવા જરૂરી છે.  નાની-નાની હેલ્ધી ટિપ્સ અપનાવીને પણ તમે ફિટ રહી શકો છો. આજે અમે તમને અમે તમને કેટલીક આવી જ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે હેલ્ધી રહી શકો છો. 
 
 
પ્રથમ ટિપ્સ - ફિટ રહેવા અને વજન ઓછુ કરવા માટે ડાયેટિંગને બદલે સંતુલિત આહાર ખાવ. આ માટે તમે તમારા બ્રેકફાસ્ટથી લઈને રાતના ખાવામાં વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ, ફોલેટ, ફાઈબર અને પ્રોટીન યુક્ત ફુડ્સનુ સેવન કરો. 
2જી ટિપ્સ - બિઝી શેડ્યૂલને કારણે તમે મોડી રાત્રે સૂવો છો અને સવારે જલ્દી ઉઠી જાવ છો. જે ખોટુ છે. જો તમે ફિટ અને બીમારીઓથી બચવા માંગો છો તો તમારી ઉંઘ સાથે સમજૂતી ન કરશો. દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 7-8 કલાકની ઉંઘ જરૂરી છે. તેનાથી તમારુ શરીર અને મગજ બંને સ્વસ્થ રહે છે. 
3જી ટિપ્સ -  શરીરને ચુસ્ત અને સ્ફૂર્તિલુ અને હાઈડ્રેટેડ રાખવા માટે વધુથી વધુ પાણી પીવો. જો તમને ખાલી પાણી પીવુ નથી ગમતુ તો તમે લીંબૂ પાણી જેવા  હળવા ડ્રિંક પણ પી શકો છો.  તેનાથી તમે દિવસભર એનર્જેટિક પણ રહો છો અને અનેક બીમારીથી બચ્યા રહો છો.  તેથી તમે પણ દિવસમાં વધુમાં વધુ પાણી પીવો. 
4. થી ટિપ્સમોટાભાગે તમે તમારુ બ્રેકફાસ્ટ મિસ કરી દો છો અને ભૂખ લાગતા ઓવરઈંટિંગ કરી લો છો પણ એકવારમાં જ વધુ ખાવાથી આરોગ્યને નુકશાન થાય છે. ફિટ રહેવા માટે જરૂરી છે કે તમે સમય મુજબ અને થોડુ થોડુ ભોજન કરો. 

5મી  ટિપ્સ-   સુસ્તી ચઢતા તમે કોફી કે ચા નુ સેવન કરો છો. પણ તેમા રહેલ કૈફીન અને શુગર તમારા આરોગ્યને માટે ખતરનાક છે. તમે ચાહો તો તમારી ચા માં સ્વીટનરનો ઉપયોગ કરી શકો છો. આ એક નેચરલ સ્વીટનર છે.  જે તમને સ્વસ્થ રાખવા સાથે જાડાપણું, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસનો ખતરો પણ ઓછો કરવાનુ કામ કરે છે. 
6. ટિપ્સ ગરમીમાં થોડુ ઠંડુ પીવાનુ મન થાય છે. આવામાં ક્યારેય પણ કોલ્ડ ડ્રિંકનું સેવન ન કરશો. તેનાથી શરીરમાં જાડાપણું વધે છે.  તેને બદલે તમે લીંબૂ પાણી કે લસ્સીનુ સેવન કરો. આ ઉપરાંત ફિટ રહેવા માટે રોજ એક ગ્લાસ વેજીટેબલ જ્યુસ પીવો. તેનાથી તમે ફિટ રહેવા સાથે સાથે હેલ્ધી પણ રહેશો. 
7.મી ટિપ્સ ફિટ રહેવા માટે તમારી ડાયેટમાં થોડો ફેરફાર કરો. ચીઝ, તેલ, માખણ અને સૉસવાળા ભોજનને બદલે થોડા દિવસ ફળ અને કાચી શાકભાજીઓનુ સેવન કરો. બાફેલા ભોજનમાં ચાટ મસાલા કે ફક્ત મીઠુ અને લીંબુ નાખીને ખાવ. ફુલ ક્રીમ દૂધને બદલે ટોન્ડ કે ડબલ ટૉન્ડ દૂધનો ઉપયોગ કરો. 
 
8.મી ટિપ્સ-શરીરને ફિટ રાખવા માટે સૌથી જરૂરી છે કે તમે વ્યાયામ, એક્સરસાઈઝ અને યોગાસનને તમારી દિનચર્યામાં સામેલ કરો. સવારે સમયસર ઉઠીને વ્યાયામ અને યોગાસન કરવાથી તમારુ મગજ ફ્રેશ રહે છે.  તેથી સવારે ઉઠીને વ્યાયામ જરૂર કરો. 

સંબંધિત સમાચાર

Next Article