Sai chalisa- શ્રી સાઈ ચાલીસા

Webdunia
ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (05:44 IST)
શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે અજ્ઞાન. ૧
શિરડી ગામે શુભ સુંદર ગામ, શ્રી  સાંઈબાબાનું છે યાત્રા ધામ. ૨
શ્રી સાંઈબાબા ત્યાં થયા પ્રકટ, જેને પૂજે આજ આખું જગત. ૩
અપૂર્વ સાંઈબાબાનો મહિમાય, ગુણગાન સહુ બાબાના ગાય. ૪
નીમ વૃક્ષ ની છાંયે પ્રગટ્યા બાળ, થયી ગયી ત્યાં એક મીઠી ડાળ. ૫
પ્રગટ્યા હતા ત્યારે શ્રી બાળ, ચૌદ વરસ ના સુકોમણ બાળ. ૬
સાંઈબાબાની જુઓ લીલાય, કે કડવો લીમડો મીઠો થાય. ૭
વદન સૌમ્ય વળી તેજ અપાર, તિલક લલાટ પર દીપે શ્રીકાર. ૮
શિર પર જટાનું ઝાઝું જૂથ, બાબા મધુર વદે વાણી શ્રીમુખ. ૯
માતા પિતા નહિ જેને સાર, સાંઈ મનાયા ઈશ્વરી અવતાર. ૧૦
પૂજાય સદા બાબા ઘર ઘર, વસી ગયા તે સહુનાં અંતર. ૧૧
ઠરતાં નીરખી બાબાને નયન, પૂજ્ય ભાવ જાગે સહુના મન. ૧૨
પ્રગટ્યા અયોની કંઈ અવતાર, ભૂતળથી  પ્રગટ્યા સાઈ શ્રીકાર. ૧૩
કોઈ કહે શંભુ ભોળા મહાદેવ, કોઈ કહે સાંઈ સ્વરૂપે દત્તાત્રેય. ૧૪
કોઈ કહે આતો છે શ્રીરામ, કોઈ ભજે પીર-ઓલિયા નામ. ૧૫
જે જે સ્વરૂપે ભજતા જન, તે તે સ્વરૂપે સાઈ દે દર્શન. ૧૬
બાબા સાઈ છે એવા સિદ્ધ, સંકટ ટાળી આપે છે નવનીધ. ૧૭
જેણે મન જેવી ઈચ્છા કરી, સાઈ બાબા તે પુરણ કરી. ૧૮
નાત-જાત ના નહિ જેને ભેદ, સરવે પ્રત્યે સરખું હેત. ૧૯
ગણે એક પિતાના સહુ બાળ, ભેદભાવની તોડી રે જાળ. ૨૦
રટે રોગી તો રોગ જ જાય, ભજે દુ:ખી તો દુ:ખ જ જાય. ૨૧
કૃપાવંત સાઈ રહે સદાય, ઉદી તણો એવો મહિમા. ૨૨
દુજો ધર્મ નહિ, નહિ જુદો પંથ, સર્વ ધર્મ સમાન એ બાબાનો મત. ૨૩
અંતરયામી બાબા સાઈ કૃપાળુ, ભક્તો ની વહાર કરે છે તત્કાળ. ૨૪
અઢાર વરણ એ બાબાને ભજે, શુભ ગુરુવારે તો ખાસ જ પૂજે. ૨૫
પતિત તાર્યા બાબાએ ધણા, ભક્તો માટે ન રાખી કંઈ મળા. ૨૬
સાઈ નામે ટળતા સહુ દુ:ખ, સાઈ નાને મળતા સહુ સુખ. ૨૭
સાઈ નામનો એવો મહિમાય, રંક રાય સહુ પડતા પાય. ૨૮
સાઈ નામે લઇ કરે ગુરુવાર, તેનો થઇ જાય બેડો પાર. ૨૯
નવલી ભેટ ધરે ભક્તો નિત, પણ બાબાનું નહિ તેમાં ચિત. ૩૦
ધરે કફની ને બાંધે શિર, દુ:ખી જનની તે હરતા પીર. ૩૧
ભક્ત ધરે જે મેવા મિષ્ઠાન, પ્રસાદમાં વહેંચે તે સાઈ સુજાણ. ૩૨
પોતે ભિક્ષા લાવી કરે આહાર, સાદું ભોજન લે એ જ પ્રકાર. ૩૩
 સાઈબાબા સિદ્ધ શક્તિને ભંડાર, વિના તેલ દીપ પ્રગટાવ્યા નિર્ધાર. ૩૪
બાબા નિત્ય એ કરતા ઉપદેશ, રંક ઉપર રોષ ન કરશો લેશ. ૩૫
શ્રધા રાખી કરો પુણ્ય ને દાન, ભાળી ભૂખ્યાને કરજો અન્નદાન. ૩૬
સત્ય વદો નીતિમય રાખો જીવન, અધર્મથી નવ રળજો ધન.  ૩૭
રટણ કો મંત્ર આ એક જ મન, શ્રી સાઈનાથ શરણં મમ: ૩૮
નવ-એકવીસ ગુરુવાર જે કરે, એકસો આઠ વાર મંત્ર જપ કરે. ૩૯
સાઈ કૃપાથી દુ:ખ દારિદ્રય જાય, સુખ શાંતિ જીવનમાં થાય. ૪૦

સંબંધિત સમાચાર

Next Article