Rice kheer recipe in gujarati- ચોખાની ખીર બનાવવા માટેની સામગ્રી: આ મીઠી વાનગી ચોખા, કિસમિસ, બદામ, પિસ્તા અને દૂધમાંથી બનાવવામાં આવે છે. ચોખાની ખીર કેવી રીતે સર્વ કરવી: તમે ચોખાની ખીર ઠંડી કે ગરમ ખાઈ શકો છો, પરંતુ જ્યારે ઠંડી ખાવામાં આવે ત્યારે તે વધુ સ્વાદિષ્ટ બને છે.
રીત - સૌ પ્રથમ ચોખાને એક ચમચી ધી માં શેકી લો હવે, તેને થોડું પાણી નાખી ઉકાળી લો. કાચા-પાકા રહેવા જોઈએ. દૂધમાં ખાંડ નાખી સારી રીતે ઉકાળી લો, હવે તેમાં ઉકાળેલા ચોખા અને કેસર નાખી ઉકાળો. 10-15 મિનિટ પછી તેમાં સૂકામેવા અને વાંટેલી ઈલાયચી નાખી પાંચ મિનિટ ઉકાળી ઉતારી લો. ગરમ-ગરમ કે ફ્રીજમાં ઠંડી કર્યા પછી પરોસો.