બનાવવાની રીત - ફાફડા બનાવવા માટે સોડા, એક કપ પાણી, 1 કપ તેલ તેલ અને મીઠુ મિક્સ કરીને સારી રીતે ફીણી લો. આ મિક્સ ફીણવાથી સરસ સફેદ રંગનુ એક મિશ્રણ તૈયાર થશે. હવે ચણાના લોટમાં મરીનો ભૂકો, હીંગ, અજમો, મીઠું નાંખી સારી રીતે મિક્સ કરી લો. હવે સોડાનુ મિશ્રણ નાખી સરસ લોટ બાંધી લો. હવે તેને 10 મિનિટ રહેવા દો.
- હવે આ લોટને તેલલગાવીને સારી રીતે મસળીને ચિકણો કરી લો. લોટ લીસો થશે તો હાથમાં ચોંટશે નહી એટલે કે પરફેક્ટ લોટ તૈયાર છે.
- ત્યારબાદ સાદા પાટલા પર હાથથી ભાર આપી નાના લુવાને હથેળીથી ભાર આપી લુવાની લાંબી-લાંબી પટ્ટીઓ કરવી. આ લાંબી પટ્ટીને સાચવીને ઉપાડી તેલમાં તળી લેવી. ફાફડા સાથે પપૈયા નો કાચો સંભારો, તળેલાં મરચાં અને કઢી ખાવાની મજા પડે છે.
જલેબી બનાવવા માટે સૌપ્રથમ લોટને બાઉલમાં ચાળી લો. પછી તેમાં 1 ચમચી અરારોટ પાવડર, 1/4 ચમચી બેકિંગ પાવડર, એક ચપટી પીળો રંગ અને 1/4 કપ દહીં ઉમેરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરો અને ઈડલી કરતા થોડું ઘટ્ટ બેટર તૈયાર કરો. પછી આ દ્રાવણને ઢાંકણ વડે ઢાંકી દો અને ઓરડાના તાપમાને 24 કલાક માટે આથો આવવા માટે છોડી દો. હવે એક વાસણમાં ખાંડ, પાણી અને કેસર નાખીને ધીમી આંચ પર રાંધવા રાખો. જ્યારે 1 તારની ચાસણી તૈયાર થઈ જાય, ત્યારે તેમાં લીંબુનો રસ અને એલચી પાવડર નાખો. હવે તમારી ચાસણી તૈયાર છે.
ત્યાર બાદ જલેબી બનાવતા પહેલા ચમચી વડે મિશ્રણને સારી રીતે ફેટી લો. અને ઝિપલોક બેગ અથવા કાપડની વચ્ચે એક નાનું કાણું કરો અને તેમાં મિશ્રણ ભરો. એક કડાઈમાં ઘી અને થોડું તેલ મધ્યમ આંચ પર ગરમ કરો, દ્રાવણને ઝિપલોક બેગ અથવા કપડામાં દબાવી, જલેબી બનાવો, તેને ગોળ ગતિમાં ફેરવો અને જ્યાં સુધી તે આછું સોનેરી અને ક્રન્ચી ન થાય ત્યાં સુધી તળો. હવે તૈયાર કરેલી જલેબીને ગરમ ચાસણીમાં ડુબાડીને થોડી વાર રહેવા દો. જ્યારે જલેબી ચાસણીથી ભરાઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢીને સ્વાદિષ્ટ ગરમ જલેબી સર્વ કરો.