Kitchen Hacks: રૂ જેવા સૉફ્ટ બનશે કઢીના ભજીયા માત્ર અજમાવો આ Tips and Tricks

Webdunia
સોમવાર, 12 જુલાઈ 2021 (14:07 IST)
જો તમે કઢી ખાવાના શોખીન છો પણ કઢીના ભજીયા બનાવતા નહી જાણો છો તો કઢીનો સ્વાદ અને મહા બન્ને જ ફીકા પડી જાય છે. ગ્રેવીમાં પલળેલા કઢીના ભજીયા જેટલા સૉફ્ટ અને સ્પંજી હોય છે. કઢી ખાવામાં તેટલીજ ટેસ્ટી લાગે છે. પણ ઘણીવાર લોકોથી કઢીના ભજીયા સોફ્ટ બનાવવાની જગ્યા સખ્ત બની જાય છે. જે કઢીનો સ્વાદ ખરાબ કરવાનો કામ કરે હ્હે. તેથી આ ટિપ્સને અજમાવીને તમે પણ બનાવી શકો છો રેસ્ટોરેંત જેવા કેઢીન નરમ ભજીયા 
 
રૂ જેવા નરમ કઢીના ભજીયા બનાવવા માટે અજમાવો આ ટીપ્સ 
- કઢી માટે ભજીયા બનાવવા માટે સૌથી પહેલા ચણાનો લોટ અને પાણીની માત્રાને ધ્યાન જરૂર રાખો. 
- ભજીયા બનાવવા માટે ચણાના લોટને સારી રીતે થોડો-થોડો પાણી નાખતા ત્યારે સુધી ફેંટતા રહો જ્યારે સુધી ચણના લોટથી બબલ્સ ન આવવા લાગે. 
- ચણાના લોટને ફેંટતા સમયે હમેશા એક જ દિશામાં ધુમાવવું 
- ચણાનો લોટ સારી રીતે ફૂલી ગયુ છે આ ચેક કરવા માટે એક વાસણમાં પાણી લો અને ચણાના લોટની કેટલીક ટીંપા નાખી જુઓ કે ચણાનો લોટ પાણી ઉપરવ તરી રહ્યુ છે કે નહી. જો ચણાનો લોટ તરવા લાગે 
 
તો સમજી જાઓ કે ચણાનો લોટ સારી રીતે ફેંટી ગયુ છે. 
- હવે ચણાના લોટને થોડીવાર આમ જ રાખી દો. 
- હવે તેલ ગરમ કરીને ભજીયા નાખી દો. જો ભજીયા ફૂલવા લાગે અને તેમાં છિદ્ર થવા લાગે તો સમજી જાઓ કે ભજીયા સોફ્ટ જ બનશે. 
- જો તમારીથી અત્યરે પણ ભજીયા નરમ નહી બને તો તમે ચણાના લોટમાં એક ચપટી બેકિંગ સોડા પણ મિક્સ કરી શકો છો. 
- કઢીનો ગૈસ બંદ કરવાથી 15-20 મિનિટ પહેલા કઢીમાં ભજીયા નાખી દો.  
 
 

સંબંધિત સમાચાર

Next Article