આ રીતે ચમકાવો જૂના વાસણ વાંચો 6 સરળ ટીપ્સ

શુક્રવાર, 9 જુલાઈ 2021 (17:56 IST)
સામાન્ય રીતે અમારા રસોડામાં ઘણા પ્રકારના વાસણ પ્રયોગ કરાય છે. જેમાં સ્ટીલ, કાંચ, ચીની-માટી, પીતળ, એલ્યુમીનિયમના વાસણ શામેલ છે. જુદા-જુદા પ્રકારના વાસણને સાફ કરવા માટે જુદા-જુદા રીતે પ્રયોગ કરાય છે. જો તમે તમારા વાસણને હમેશા ચમકતા જોવા ઈચ્છો છો તો અજમાવો આ 6 સરળ ટીપ્સ 
 
- ડુંગળીનો રસ અને સિરકો સમાન માત્રામાં લઈને સ્ટીલના વાસણ પર ઘસવાથી વાસણ ચમકવા લાગે છે. 
- વાસણ પર એકત્ર ગંદગી સાફ કરવા માટે પાણીમાં થોડો સિરકો -લીંબૂનો રસ નાખી ઉકાળો. ગંદગી દૂર થઈ જશે. 
- પીતળના વાસણને સાફ કરવા માટે લીંબૂને અડધુ કાપી લો અને તેના પર મીઠું ભભરાવીને વાસણ પર ઘસવાથી તે ચમકવા લાગે છે. 
- એલ્યુમીનિયમના વાસણને ચમકાવવા માટે વાસણ ધોવાના પાઉડરમાં થોડું મીઠું મિક્સ કરી વાસણ સાફ કરવું. વાસણ ચમકવા લાગશે. 
- એમ્યુમીનિયમના બળેલા વાસણને સાફ કરવા તેમાં એક ડુંગળી નાખી સારી રીતે ઉકાળી લો. પછી વાસણ ધોવાના પાઉડરથી સાફ કરવું. 
- ચિકણા વાસણને સાફ કરવા માટે સિરકાને કપડામાં લઈ ઘસવું. ફરી સાબુથી સારી રીતે ધોવું. ચિકણાઈ દૂર થઈ જશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર